‘નિવાર’ વાવાઝોડાએ રૌદ્ર રૂપ લીધું

Published: 25th November, 2020 18:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર બની રહ્યું છે અને થોડાક જ કલાકોમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

તસવીર સૌજન્યઃ ભારતીય હવામાન ખાતાનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ ભારતીય હવામાન ખાતાનું ટ્વીટર અકાઉન્ટ

બંગાળની ખાડીમાં ઓછા દબાણ વાળા વાદળોભયંકર ચક્રવાતી તોફાન 'નિવાર' માં ફેરવાઈ ગયો છે. વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર બની રહ્યું છે અને થોડાક જ કલાકોમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

પવન 100-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે બાદમાં 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. હવામાન વિભાગ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાવાઝોડાની અસર હવે ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ચેન્નાઈ અને કાંચીપુરમમાં ભારે વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાને પગલે દક્ષિણ પશ્ચિમ રેલવેએ આવતીકાલે યોજાનારી બે ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત ચેન્નઈથી આવતી અને જતી 26 ફ્લાઇટ્સ પણ કૅન્સલ કરવામાં આવી છે. ગુરુવાર સાંજે સાત વાગ્યા સુધી એકેય ફ્લાઈટ્સ ચેન્નઈ એરપોર્ટથી ઉડશે નહીં.

પરિસ્થિતિની ગંભીરતાને સમજતા દક્ષિણ રેલવેએ 26 નવેમ્બરે 7 ટ્રેનો રદ કરી છે. ભારે વરસાદ બાદ ચેન્નાઈના પૂનમલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારાયકલ, તિરુવર, નાગપટ્ટીનમ, કુડલોર, ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, મેલાડુથિરાઈ, આરિયાલુર, પર્વાલું, કાલુચીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન નારાયણસામીએ જણાવ્યું હતું કે, લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સલામત સ્થળે જવું જોઈએ. 80 કેન્દ્રો શોધી લેવામાં આવ્યા છે, જ્યાં ખોરાક અને દવાઓ અપાઈ રહ્યા છે. અમે 12 કલાકની અંદર વીજળી પુનઃસ્થાપિત કરીશું.

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ રિતાંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત નિવાર ધીમે ધીમે તીવ્ર બની રહ્યું છે. તે માળખાગત નુકસાન, વૃક્ષોને ઉખાડી ફેંકવા, ટીન હાઉસને નુકસાન પહોંચાડવા, કેળા અને ડાંગરના પાકને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ છે. જોરદાર પવન અને ભારે વરસાદ થશે. સૌથી વધુ અસર પુડુચેરી અને કરાઈકલમાં થશે.

તમિલનાડુમાં ચક્રવાત નિવારની અસર જોવા મળી રહી છે. ચેન્નઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ચક્રવાત નિવાર આજે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે. વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત નિવાર આગામી 12 કલાક દરમિયાન ભયંકર વાવાઝોડું લેશે અને પુડુચેરીથી 380 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઈથી 430 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાની તબાહીની આશંકાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફે બચાવ કામગીરી માટે 22 ટીમો તૈનાત કરી છે, જેમાં કુલ 1200 જવાનોનો સમાવેશ થાય છે. તેની પાસે તમિલનાડુમાં 12, પુડુચેરીમાં ત્રણ અને આંધ્રપ્રદેશમાં સાત ટીમો છે. એનડીઆરએફ મુખ્યાલય, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સ્થિત બટાલિયનોના કમાન્ડન્ટ સંબંધિત રાજ્ય સત્તાવાળાઓના સંપર્કમાં છે. વધુમાં, જરૂર પડ્યે ગુંટુર (આંધ્રપ્રદેશ), થ્રિસુર (કેરળ) અને મુંડલી (ઓડિશા)માં વધુ ટીમોને અનામત રાખવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK