આજે ઓરિસ્સાના તટ સાથે ટકરાશે 43 વર્ષનું સૌથી ભીષણ તોફાન, વરસાદ થયો શરૂ

03 May, 2019 09:21 AM IST  |  ઓરિસ્સા

આજે ઓરિસ્સાના તટ સાથે ટકરાશે 43 વર્ષનું સૌથી ભીષણ તોફાન, વરસાદ થયો શરૂ

સાવધાન! ફેની આવે છે

ઓરિસ્સાના પુરીમાં ફૅનીની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાંથી ઉતરેલું તોફાન ફેની આજે ઓરિસ્સાના પુરી, ગોપાલપુર અને ચંદબલીના તટ સાથે ટકરાશે. ગુરૂવારે સાંજે આ પુરીથી 320 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. તટ સાથે ટકરાશે ત્યારે પવનની ઝડપ 170 થી 180 કિલોમીટરથી 200 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જેના પરથી તેની તાકાતનો અંદાજ લગાવી શકાય છે.

43 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન
છેલ્લા 43 વર્ષમાં એપ્રિલ મહિનામાં ભારતના પાડોશી સમુદ્રમાં ઉઠેલું આટલી તીવ્રતાનું આ પહેલું તોફાન છે. વડાપ્રધાન મોદીએ પણ તંત્રએ કરેલી તૈયારીઓની સમીક્ષા કરી. ઓરિસ્સાના 13 જિલ્લાના 10 હજારથી વધુ ગામો અને 52 કસ્બાઓ પર આ તોફાન કહેર વરસાવી શકે છે. જેના કારણે સાડા અગિયાર લાખથી વધુ લોકો પ્રભાવિત થશે. તેમને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. ત્રણેય સેના અને અન્ય એજન્સીઓને પહેલાથી જ અલર્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ક્યારે અટકશે જૈન સાધુ-સંતોના અકસ્માતની વણજાર?

1999ના સુપર સાયક્લોનમાં થયા હતા 10 હજાના મોત
ફૅની 1999માં આવેલા સુપર સાયક્લોન પછીનું સૌથી ભીષણ તોફાન છે. સંયુક્ત તોફાન ચેતવણી કેન્દ્રના અનુસાર એ સમયે ઓરિસ્સામાં ભારે તબાહી મચી હતી અને 10 હજાર લોકો માર્યા ગયા હતા.

odisha