Marital Rape: મેરિટલ રેપ પર દિલ્હી હાઇકૉર્ટ જજ વચ્ચે બેમત, કેસ SCમાં ચાલશે...

11 May, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPC કલમ 375ના અપવાદ 2ને અસંવિધાનિક જણાવ્યો. તો જસ્ટિસ સી. હરિશંકર આનાથી સહેમત નથી. બન્ને જજે કહ્યું કે સુપ્રીમ કૉર્ટમાં મામલો ખસેડાય.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી હાઈ કૉર્ટે વૈવાહિક બળાત્કાર (મેરિટલ રેપ)ને ગુનો જાહેર કરવાની અરજીઓ પર તૂટક નિર્ણય આપ્યો છે. એટલે કે બન્ને જજનો મેરિટલ રેપ અંગે જુદો મત છે. જસ્ટિસ રાજીવ શકધરે વૈવાહિક બળાત્કારનો ગુનો જણાવ્યો છે. તેમણે IPC કલમ 375ના અપવાદ 2ને અસંવિધાનિક જણાવ્યો. તો જસ્ટિસ સી. હરિશંકર આનાથી સહેમત નથી. બન્ને જજે કહ્યું કે સુપ્રીમ કૉર્ટમાં મામલો ખસેડાય.

જણાવવાનું કે દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ અરજીમાં માગ કરવામાં આવી હતી કે લગ્નજીવનમાં જો કોઈ મહિલા સાથે તેનો પતિ જબરજસ્તી કે તેની મરજી વગર સંબંધ બાંધે છે તો તેને મેરિટલ રેપમાં લાવવું જોઈએ. અરજીકર્તાએ આ મામલે અલગ-અલગ દેશોના ઉદાહરણ આપ્યા. સાથે જ મહિલાની અસ્મિતા અને તેના સમ્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો લગ્ન કર્યા વગર જ મહિલા સાથે તેની મરજી વગર સંબંધ સ્થાપિત કરવા અપરાધની શ્રેણીમાં આવે છે તો પરિણિત મહિલાને તે અધિકાર કેમ ન મળી શકે?

કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કૉર્ટમાં મેરિટલ રેપને અપરાધની શ્રેણીમાં લાવતા પહેલા આના સામાજિક પ્રભાવ, પારિવારિક સંબંધો પર પડનારા પ્રભાવ સહિત જમીની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતા કોઈપણ પ્રકારનો આદેશ આપવાની વાત કરી હતી.

national news supreme court delhi high court