જામિયા મિલિયા યૂનિર્વસિટીમાં બૅરિકેડ્સ ન હોવાથી શૂટર્સ ભાગી છૂટ્યા

04 February, 2020 09:56 AM IST  |  New Delhi | Gaurav Sarkar

જામિયા મિલિયા યૂનિર્વસિટીમાં બૅરિકેડ્સ ન હોવાથી શૂટર્સ ભાગી છૂટ્યા

વિદ્યાર્થીઓ

રવિવારે રાતે સીએએ વિરોધી દેખાવો દરમ્યાન જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-૭માં થયેલા ગોળીબારની ઘટનાનું વર્ણન કરતાં વિદ્યાર્થીઓએ પોલીસ બૅરિકેડ્સની ગેરહાજરીને કારણે કેવી રીતે શૂટરોને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં મદદ મળી હતી એ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

દિલ્હી વિધાનસભાના ચૂંટણીપ્રચારની તંગ સ્થિતિ દરમ્યાન બીજેપીના કેટલાક નેતાઓએ ઉશ્કેરણીજનક વિધાન કર્યાં હતાં, ત્યાર બાદ છેલ્લા ચાર દિવસમાં ગોળીબારની ત્રણ ઘટના બની હતી.

આ ચાર પૈકીની છેલ્લી ઘટના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-સાતની બહાર મધરાત પહેલાં બની હતી. સંજોગવશાત્, બીજેપીના નેતાઓએ ગયા સપ્તાહ દરમ્યાન દિલ્હીમાં ઘણાં ઉશ્કેરણીજનક વિધાનો કર્યાં હતાં.

આ પણ વાંચો : આ ગામમાં ભણતર કરતાં ફુટબૉલની છે બોલબાલા

‘મિડ-ડે’ સાથે ફોન પર વાત કરતાં જામિયા મિલિયા ઇસ્લામિયાના એમએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભૂગોળના વિદ્યાર્થી બિલાલ ઇબ્નુ શાહુલે જણાવ્યું હતું કે ‘રાતે સાડાઅગિયાર વાગ્યે અમે ૧૦૦ લોકો યુનિવર્સિટીના ગેટ નંબર-૭ નજીક જામિયા સ્ક્વેર ખાતે હાજર હતા. બાટલા હાઉસ જેવા નજીકના વિસ્તારોની મહિલાઓ પણ ત્યાં અમારી સાથે જોડાઈ હતી. બધું સામાન્ય જણાતું હતું. અચાનક જ અમને મોટો ધડાકો સંભળાયો અને હવામાં ચમકારો થયો. એ ચમકારો ગેટ નંબર-પાંચ અને સાતની વચ્ચેના રોડ પરથી થયો હતો. લાલ રંગના સ્કૂટર પરની વ્યક્તિએ હવામાં ગોળીબાર કર્યો અને તરત જ તે નાસી છૂટ્યો હતો. અમે તેમની પાછળ દોડ્યા, પરંતુ તેમને પકડી ન શક્યા. તેમના ગોળીબાર અમારી તરફ નહોતા, હવામાં હતા.’

delhi new delhi bharatiya janata party national news gaurav sarkar