આ ગામમાં ભણતર કરતાં ફુટબૉલની છે બોલબાલા

Published: Feb 04, 2020, 07:44 IST | Rajasthan

આ ગામના અનેક ખેલાડીઓ ભારતીય ફુટબૉલ ટીમના કૅપ્ટન રહી ચૂક્યા છે. ગામના ૧૭૦ કરતાં વધુ લોકો ફુટબૉલ ટુર્નામેન્ટમાં રમ્યા હતા, પણ હવે તેઓ સરકારી નોકરી કરે છે.

ફુટબૉલ
ફુટબૉલ

રાજસ્થાનના ઉદેપુરમાં એક ગામ છે, જાવર માઇન્સ. રવિવારે આ ગામમાં મોહન કુમાર મંગલમ ફુટબૉલ ટુર્નામેન્ટ રમાઈ હતી; જેમાં સિખ રેજિમેન્ટ - જલંધરે ઍરફોર્સ દિલ્હીને ૨-૦થી હરાવ્યું હતું. આ ગામમાં ઝિન્કની ખાણો છે, પરંતુ ગામ ત્યાં રમાતી મોહન કુમાર મંગલમ ફુટબૉલ ટુર્નામેન્ટ માટે જાણીતું છે. આ ગામમાં ફુટબૉલ સિવાય કોઈ રમત રમાતી નથી. અહીં ભણતર કરતાં વધુ મહત્વ ફુટબૉલનું છે જેને કારણે લોકોને નોકરી મળે છે. 

આ ગામના અનેક ખેલાડીઓ ભારતીય ફુટબૉલ ટીમના કૅપ્ટન રહી ચૂક્યા છે. ગામના ૧૭૦ કરતાં વધુ લોકો ફુટબૉલ ટુર્નામેન્ટમાં રમ્યા હતા, પણ હવે તેઓ સરકારી નોકરી કરે છે.

એક જમાનામાં આ ગામમાં ૬ લોકો પંક્ચર ફુટબૉલ પ્રૅક્ટિસ કરતા હતા, પણ હવે અહીં ઍરફોર્સ, રેલવે, બૅન્ક, પોલીસ સહિત તમામ રાજ્યોની ટીમ પણ ફુટબૉલ રમવા આવે છે. જાવર ગામમાં ૨૦૦ ઘર છે, પરંતુ ટુર્નામેન્ટ જોવા આસપાસનાં ૩૦ કરતાં વધુ ગામના લોકો આવે છે. સ્ટેડિયમ ભરાઈ ગયા પછી નજીકની ટેકરી પર પણ લોકો ફુટબૉલ મૅચ જોવા બેસી જાય છે. સ્ટેડિયમમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ હોય છે, જે ખેલાડીની દરેક કિક પર તેમનો ઉત્સાહ વધારવા હર્ષોલ્લાસ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK