Uttar Pradesh: 16 વર્ષના કાકાએ 5 વર્ષની ભત્રીજી પર કર્યો બળાત્કાર

20 December, 2020 04:34 PM IST  |  Hamirpur | Gujarati Mid-day Online Correspondent

Uttar Pradesh: 16 વર્ષના કાકાએ 5 વર્ષની ભત્રીજી પર કર્યો બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

હમીરપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની પાંચ વર્ષની ભત્રીજી પર બળાત્કાર ગુજારવાના આરોપમાં પોલીસે 16 વર્ષના છોકરાની અટકાયત કરી છે. આ બાળકી પર એના સગીર કાકાએ બળાત્કાર ગુજાર્યો હતો.

હમીરપુર જિલ્લાના પોલીસ અધ્યક્ષ નરેન્દ્રકુમાર સિંહે જણાવ્યું કે શવિનારે બપોરે પાંચ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે એ છોકરીના કાકાએ તેને બિસ્કિટ આપવાના બહાને તેની સાથે લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો હતો.

આ ઘટના બાદ યુવતી રડતી આરોપીના ઘરેથી બહાર નીકળી અને પોતાની માતાને આખી વાત વિસ્તારમાં સમજાવી. જિલ્લાના એસપીએ આ મામલામાં યુવતીના પરિવારજનોની ફરિયાદના સંદર્ભમાં સગીર આરોપી વિરૂદ્ધ બળાત્કારની કલમ -376, 342 અને પોક્સો (POCSO) એક્ટની કલમ-6 હેઠળ ગુનો દાખલ કરીને આ અંગે પૂછપરછ હાથ ધરી છે. પીડિતાને તબીબી તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને બાકીની તપાસ ચાલી રહી છે.

uttar pradesh national news Crime News