ઑફિસમાં કોરોના વેક્સીનને મળશે પરવાનગી, રાજ્યોને રવિવાર સુધી તૈયાર રહેવા કહ્યું

07 April, 2021 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યો/ યૂટીને આ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. 11 એપ્રિલ સુધી આની શરૂઆત કરવામાં આવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પત્ર પ્રમાણે, રાજ્ય સરકાર/ યૂટી પ્રશાસનના સહયોગથી આ વાતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે રસીકરણ કાર્યક્રમને વધારે વ્યાવહારિક અને લાભાર્થીઓ માટે ઉદ્દેશ્યપૂર્ણ બનાવવામાં આવે.

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં સતત થતા વધારાને કારણે કેન્દ્ર સરકારે કાર્યસ્થળે પર કોરોના વેક્સીનેશનને પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યો/ યૂટીને આ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. 11 એપ્રિલ સુધી આની શરૂઆત કરવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય સચિવે આ સંબંધે રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની પર્યાપ્ત સંખ્યા અર્થવ્યવસ્થાના સંગઠિત ક્ષેત્રમાં છે અને આ સરકારી/ખાનગી કાર્યાલયો કે વિનિર્માણ અને સર્વિસ સેક્ટરમાં સેવાઓ આપી રહ્યા છે.

પત્ર પ્રમાણે, રાજ્ય સરકારો/યૂટી પ્રશાસનના સહયોગથી આ વાતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે રસીકરણ કાર્યક્રમને વધારે વ્યાવહારિક અને લાભાર્થીઓ માટે ઉદ્દેશ્યપૂર્ણ બનાવવામાં આવે. આ ક્રમમાં વેક્સીનની આ આબાદી સુધી પહોંચ વધારવા માટે કોવિડ-19 રસીકરણ સત્ર કાર્યસ્થળો (સરકાર અને ખાનગી બન્ને)માં પણ આયોજિત કરવામાં આવી શકે છે.

 

national news coronavirus covid19