COVID-19: UK અને ભારતમાં હવાઈ મુસાફરીઓ માટે RT PCR ટેસ્ટ ફરજિયાત રહેશે

09 January, 2021 01:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

COVID-19: UK અને ભારતમાં હવાઈ મુસાફરીઓ માટે RT PCR ટેસ્ટ ફરજિયાત રહેશે

ફાઈલ તસવીર

Covid-19ના નવા સ્ટ્રેનથી બ્રિટનમાં તહેલકો મચી ગયો છે. આ ક્રમમાં બ્રિટન અને ભારતથી આવનારી અને જનારી ફ્લાઈટ્સના મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું ફરજિયાત રહેશે. બ્રિટન જનારા યાત્રીઓ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર મુસાફરોને એરપોર્ટની સત્તાવાર વેબસાઈટ 'એર સુવિધા પોર્ટલ' દ્વારા પોતાનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવાસ શરૂ થવાના 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ટેસ્ટ અને લાઉન્જના પ્રવાસીઓને 3400 રૂપિયા ચૂકવવા પડશે. આ ટેસ્ટનું પરિણામ આવવામાં 10 કલાકનો સમય પણ લાગી શકે છે.

દિલ્હીમાં RT-PCR ટેસ્ટ કરાવનારા પ્રવાસીઓને સાત દિવસ માટે ક્વૉરન્ટીન રાખવામાં આવશે. યૂકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે શુક્રવારે ફરીથી મર્યાદિત શરૂ થવા જઈ રહી છે. દર અઠવાડિયે 30 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે જેમાં 15 ભારતમાં અને 15 બ્રિટનની રહેશે. આ શેડ્યૂલ 23 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ પણ આ અંગે અગાઉ માહિતી આપી હતી. બ્રિટન જનારી ફ્લાઈટ્સ પરથી 6 જાન્યુઆરીએ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી અત્યાર સુધી દેશમાં કુલ 82 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

કોવિડ-19 વેક્સિનને એર દ્વારા ટ્રાન્સપોર્ટ માટે સરકારે શુક્રવારે ગાઈડલાઈન્ડ જાહેર કરી હતી. આના માટે એરપોર્ટ અધિકારીઓએ નિર્દેશ જાહેર કર્યો છે અને એરલાઈન્સને ડ્રાઈ આઈસનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે.

national news coronavirus covid19 new delhi united kingdom india