કૉવાક્સીનની ઉત્પાદન ક્ષમતા જુલાઇ-ઑગસ્ટ સુધી વધશે 6-7 ગણી- કેન્દ્ર સરકાર

12 May, 2021 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોવાક્સિનની વર્તમાન ઉત્પાદન ક્ષમતા મે-જૂન 2021 સુધી બેગણી વધી જશે અને પછી જુલાઇ-ઑગસ્ટ 2021 સુધી લગભગ 6-7 ગણી વધી જશે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં વેક્સીનની અછતના આરોપો દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોવાક્સિનની વર્તમાન ઉત્પાદન ક્ષમતા મે-જૂન 2021 સુધી બેગણી વધી જશે અને પછી જુલાઇ-ઑગસ્ટ 2021 સુધી લગભગ 6-7 ગણી વધી જશે. આ 2021 સુધી દર મહિને લગભગ 10 કરોડ ખોરાક સુધી પહોંચવાની આશા છે. મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર તરફથી ભારત બાયોટૅકની બેન્ગ્લુરુ સ્થિત નવી ફેકલ્ટિને 65 કરોડ રૂપિયાના અનુદાન તરીકે નાણાંકીય સહાય આપવામાં આવશે. વેક્સીન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે 3 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ પણ સહયોગ કરી રહી છે.

દિલ્હીને ભારત બાયૉટૅકે વેક્સીન આપવાની પાડી ના
આ પહેલા દિલ્હીના ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે ભારત બાયૉટૅક લિમિટેડ તરફથી કહેવામાં આવ્યું છે કે દિલ્હીને હાલ કૉવાક્સીન નથી આપી શકતા. ઉપમુખ્યમંત્રીનું કહેવું છે કે બન્ને કંપનીઓ કૉવાક્સીનથી 67 લાખ અને કોવિશીલ્ડથી પણ 67 લાખ વેક્સીનનો ઑર્ડર આપ્યો હતો. કંપનીએ મંગળવારે અમે પત્ર મોકલ્યો છે કે અમે કૉવાક્સિન નથી આપી શકતા. દિલ્હીમાં કૉવાક્સીન સમાપ્ત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર વેક્સીન મેળવવા માટે વૈશ્વિક ટેન્ડર જાહેર કરશે, કારણકે આગામી દિવસોમાં વેક્સીનની અછતનો સામનો કરવો પડી શકે છે.

18 રાજ્યોને ડિરેક્ટ વેક્સીન પહોંચાડે છે ભારત બાયોટૅક
ભારત બાયોટૅકે મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના વિરુદ્ધ પોતાની વેક્સીન `કૉવાક્સીન`નો ઝડપથી પુરવઠો જાળવી રાખશે. આણે કહ્યું કે એક મેથી 18 રાજ્યોને `કૉવાક્સિન`ની ડિરેક્ટ સપ્લાય કરે છે. ભારત બાયોટેકે ટ્વીટ કર્યું, એક મેથી 18 રાજ્યોને `કૉવાક્સીન`નો ડિરેક્ટ પુરવઠો કરવામાં આવી રહ્યો છે. પોતાના પ્રયત્નો હેઠળ અમે વેક્સીનની ઝડપથી પુરવઠો ચાલુ રાખશે.

national news covid vaccine coronavirus covid19