નેતાઓએ રસીકરણ ઝુંબેશને બિરદાવી

17 January, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં અત્યાર સુધી રસીના ૧૫૬.૭૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાની રસી નાગરિકોને આપવાનું શરૂ કર્યાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ગૃહપ્રધાન અમિત શાહે દેશની રસીકરણ ઝુંબેશને બિરદાવી હતી. ભારતમાં અત્યાર સુધી રસીના ૧૫૬.૭૬ કરોડ ડોઝ અપાયા છે.
નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
મહામારીની શરૂઆત થઈ હતી ત્યારે આ વાઇરસ વિશે ખાસ જાણકારી નહોતી. જોકે આપણા સાયન્ટિસ્ટ્સ અને ઇનોવેટર્સ વૅક્સિન્સ ડેવલપ કરવાના પ્રયાસમાં ગળાડૂબ થઈ ગયા હતા. ભારત ગર્વ અનુભવે છે કે આપણો દેશ વૅક્સિન્સ દ્વારા મહામારી સામેની લડાઈમાં યોગદાન આપી શક્યો છે. રસીકરણ ઝુંબેશની સાથે સંકળાયેલી દરેકેદરેક વ્યક્તિને હું સલામ કરું છું.
મનસુખ માંડવિયા, આરોગ્યપ્રધાન
આજે દુનિયાની સૌથી વ્યાપક રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂરું થયું છે. આ કૅમ્પેન આજે દુનિયામાં સૌથી સફળ રસીકરણ ઝુંબેશ છે. હું તમામ હેલ્થ વર્કર્સ, સાયન્ટિસ્ટ્સ અને દેશના લોકોને અભિનંદન આપું છું.
અમિત શાહ, ગૃહપ્રધાન
વડા પ્રધાનના મજબૂત અને પ્રેરણાદાયી નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં દુનિયાના સૌથી વ્યાપક ફ્રી વૅક્સિનેશન કૅમ્પેનને સફળતાપૂર્વક એક વર્ષ પૂરું થતાં હું ટૅલન્ટેડ સાયન્ટિસ્ટ્સ, હેલ્થ વર્કર્સ, તમામ કોરોના વૉરિયર્સ અને દેશના લોકોને અભિનંદન આપું છું. 

national news coronavirus covid19 covid vaccine vaccination drive