ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા 6 લોકો સંક્રમિત

29 December, 2020 11:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા 6 લોકો સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર. તસવીર સોજન્ય - જાગરણ

ભારતમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા 6 લોકો કોરોના વાઈરસના નવા પ્રકારથી સંક્રમિત મળી આવ્યા છે. જાણકારી મુજબ આ બધા લોકોને રાજ્ય સરકાર દ્વારા એક સેલ્ફ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલો લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 6 લોકોમાંથી ત્રણમાં નવા સ્ટ્રેન બેંગ્લોરની NIMHANSમાં, 2 હૈદરાબાગની સેન્ટર ઑપર સેલ્યુલર એન્ડ મૉલિક્યૂલર બાયલૉજીમાં અને એક પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીની લેબમાં મળી આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી લગભગ 33,000 યાત્રીઓ ભારતમાં ઉતર્યા છે. આ બધા યાત્રીઓને ટ્રેક કરીને રાજ્ય સરકાર દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

બ્રિટનમાં કોરોનાના નાવ સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો હતો. બાદ ભારત સહિત વધારે દેશોએ બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટન બાદ કોરોનાનો નવો સ્ટ્રેન ભારત, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, કૅનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, જપાન, લેબનાનસ સિંગાપોરમાં મળી ચૂક્યો છે.

united kingdom coronavirus covid19 india national news