ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ

10 August, 2020 01:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ

પ્રણવ મુખર્જી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. એમણે પોતે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે અને લખ્યું, હું કોઈ કારણસર હોસ્પિટલ ગયો હતો, ત્યાં કોરોના ટેસ્ટ કરાવવા પર મારો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. હું ગયા અઠવાડિયાથી મારા સંપર્કમાં આવેલા લોકોને આગ્રહ કરું છું કે તેઓ પોતાને આયસોલેટ કરી લે અને પોતાનો કોરોના ટેસ્ટ પણ કરાવી લે.

આ મહિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત ત્રણ વધુ કેન્દ્રીય પ્રધાનોને પણ કોરોના ચેપ લાગ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરી અને સંસદીય બાબતોના મંત્રી અર્જુનરામ મેઘવાલનો શનિવારે રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આની પહેલાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે આ વખતે હોસ્પિટલ જવાની પ્રક્રિયા અલગ રહેશે, કારણકે મારો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તેઓ 84 વર્ષના છે અને 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિની કમાન પોતે સંભાળી હતી.

pranab mukherjee coronavirus covid19 lockdown