Covid-19 Update: દેશમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 17 હજારથી વધારે કેસ

24 June, 2022 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

24 કલાકમાં 17,336 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા 13313 દર્દી સામે આવ્યા હતા. આનો અર્થ છે કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધારે કેસ વધ્યા છે.

કોરોનાવાયરસ

કોરોના ફરી એકવાર પોતાના બિહામણા સ્વરૂપ સુધી પહોંચવાની તૈયારીમાં છે. દેશમાં ઝડપથી કોવિડમાં કેસમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સંક્રમણ દર પણ વધતો જાય છે. શુક્રવારે સામે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપૉર્ટ પ્રમાણે, 24 કલાકમાં 17,336 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા 13313 દર્દી સામે આવ્યા હતા. આનો અર્થ છે કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધારે કેસ વધ્યા છે.

આ સિવાય કોરોનાના વધતા કેસ વચ્ચે સક્રિય દર્દીઓમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હવે 88,284 સક્રિય દર્દી છે. જ્યારે, ગઈ કાલ સુધી 83,990 સક્રિય દર્દી હતા. એક દિવસમાં ચાર હજારથી વધારે સક્રિય દર્દી પણ વધ્યા છે.

દિલ્હીમાં સંક્રમણ દર 8 ટકાની પાર
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સંક્રમણ વચ્ચે સૌથી વધારે 1934 કેસ મળ્યા છે. આ પહેલા ત્રણ ફેબ્રુઆરીના એક દિવસમાં 2668 દર્દી સંક્રમિત થયા હતા. નવા કેસની સાથે સંક્રમણ દર 8.10 ટકા નોંધવામાં આવ્યો છે. તો 1233 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

મહારાષ્ટ્રમાં 5000થી વધારે કેસ
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 5,218 નવા કેસ મળ્યા છે, જ્યારે વધુ એક દર્દીએ મહામારી થકી પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપૉર્ટ પ્રમાણે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના 2479 નવા દર્દીઓ મળ્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં બુધવારની તુલનાએ ગુરુવારે 60 ટકા વધારે કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 3260 નવા કેસ અને ત્રણના મોત નોંધવામાં આવ્યા હતા. સૌથી વધારે 13,614 કેસ મુંબઈમાં નોંધાયા હતા. પાડોશી જિલ્લા થાણાંમાં 5488 અને પુણેમાં 2,443 દર્દીઓ સંક્રમિત મળ્યા હતા.

મંડાવિયાએ કરી અધિકારીઓ સાથે બેઠક
કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમમે કોરોના સંક્રમણના નિરીક્ષણ અને જીનોમ સિક્વેંસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશ આપ્યા. તેમણે વધારે કેસ ધરાવતા રાજ્યોમાં બૂસ્ટર ડોઝની ગતિ વધારવા પર પણ દબાણ કર્યું.

12 રાજ્યોમાં વધી કોરોનાની ગતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, 10 જૂન પછી 12 રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. આમાં મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ગોવા, પંજાબમાં સાપ્તાહિક કેસમાં વધારો નોંધવામાં આવ્યો છે.

Mumbai mumbai news national news coronavirus covid vaccine covid19