દેશમાં 90,000 કોરોના કેસ, 1016 લોકોનાં મૃત્યુ

08 September, 2020 09:01 AM IST  |  New Delhi | Agency

દેશમાં 90,000 કોરોના કેસ, 1016 લોકોનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

બ્રાઝિલને પછાડીને ભારત વિશ્વનો બીજો સૌથી વધુ કોરોના સંક્રમિત દેશ બની ગયો છે. અહીં ૪૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકૉર્ડ ૯૦,૮૦૨ નવા કેસ નોંધાયા છે અને ૧૦૧૬ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં અત્યારે વિશ્વમાં સૌથી વધુ સંક્રમણ છે, પરંતુ ભારતમાં દરરોજ અમેરિકા કરતાં બેથી ત્રણ ગણા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

આઇસીએમઆર અનુસાર ૬ સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાઇરસના કુલ ૪ કરોડ ૯૮ લાખ સૅમ્પલ્સ ટેસ્ટ થઈ ચૂક્યાં છે, એમાંથી ગઈ કાલે ૧૧ લાખ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરાયું. પૉઝિટિવિટી રેટ ૭ ટકા કરતાં ઓછો છે. કોરોના વાઇરસના ૫૪ ટકા કેસ ૧૮ વર્ષથી ૪૪ વર્ષની ઉંમરના લોકોને છે, પરંતુ કોરોના વાઇરસથી થનાર ૫૧ ટકા મોત ૬૦ વર્ષ કે એથી વધુ ઉંમરના લોકોનાં થયાં છે.

new delhi national news coronavirus covid19