કોરોના વૅક્સિન 2024 પહેલા તો દરેકને નહીં મળે : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

15 September, 2020 04:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિન 2024 પહેલા તો દરેકને નહીં મળે : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની રસીને લઈ ક્યારની અવઢવ ચાલી રહી છે. રોજ નવા નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો એક તરફ લોકોમાં પણ ફફડાટ છે કે આખરે સામાન્ય જનતાના હાથમાં આ રસી ક્યારે આવશે. તો આ બધા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ)ના સીઈઓ દર પુનાવાલાએ કહ્યું છે કે ૨૦૨૪ પહેલા કોવિડ-19 રસી વિશ્વના તમામ લોકોને ઉપલબ્ધ નહીં થાય. વિશ્વની સમગ્ર વસ્તીને કોરોના વાઇરસ રસી આપવા માટે ફાર્મા કંપનીઓ ઝડપથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો નથી કરી રહી. તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વના દરેક વ્યક્તિને કોરોના રસી ઉપલબ્ધ કરવામાં ઓછામાં ઓછા ૪-૫ વર્ષનો સમય લાગશે.

પુનાવાલાએ અનુમાનના આધારે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસની રસીના બે ડોઝ આપવામાં આવે તો તેનો અર્થ એ કે ઓછામાં ઓછા ૧૫ અબજ ડોઝ જેટલી રસી તૈયાર કરવી પડે. આવી સ્થિતિમાં કોવિડ -૧૯ રસી માટે કોઈએ પહેલ કરવાની જરૂર પડશે. જેવી રીતે ઓરીની રસી માટે કરવામાં આવી હતી.

new delhi national news coronavirus covid19