કોરોનાએ 24 કલાકમાં 930 લોકોનો ભોગ લીધો

09 August, 2020 11:51 AM IST  |  New Delhi | Agencies

કોરોનાએ 24 કલાકમાં 930 લોકોનો ભોગ લીધો

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દેશમાં અનલૉક-2માં જેમ કોરોનાના કેસોએ ૪૦૦૦૦, ૫૦૦૦૦ની પીક પકડી તેમ હવે અનલૉક-3માં ૬૦૦૦૦ કેસની પીક પકડાઈ ગઈ હોય તેમ સતત બીજા-ત્રીજા દિવસે કેસ ૬૧૦૦૦ કરતાં વધારે સામે આવ્યા હતા. આ સાથે કેસનો આંકડો ૨૦ લાખને પાર જઈને ગણતરીના કલાકોમાં ૨૧ લાખ પર પહોંચી જાય તો નવાઈ નહીં. શનિવારે સવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે ૬૧,૪૫૫ કેસ સામે આવ્યા હતા. આ જ સમયગાળામાં શુક્રવારે ૯૩૭ લોકોનાં મોત થયાં હતાં. અનલૉક-2ની જેમ અનલૉક-3માં પણ હવે કેસ વધી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે. દરમ્યાન યુપીમાં ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ અત્યાર સુધી કલમ ૧૮૮ હેઠળ કુલ ૧ લાખ ૭૪ હજાર ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા વધીને ૨૦,૮૬,૮૬૪ થઈ છે જે ૨૧ લાખને પાર થઈ શકે તેમ છે. સારવાર હેઠળના કેસોની સંખ્યા ૬,૧૬,૧૬૦ થઈ છે અને સાજા થયેલા લોકોની સંખ્યા ૧૪ લાખને પાર થઈ ગઈ છે.

દેશમાં સંક્રમિતોનો આંકડો ૨૦ લાખ ૮૬ હજાર ૮૬૪ થઈ ગયો છે. સતત બીજા દિવસે ૬૧ હજારથી વધુ દરદીઓની પુષ્ટી થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ હજાર ૪૫૫ લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

new delhi coronavirus covid19 lockdown