આઠમી ઑગસ્ટ સુધીમાં કોરોના કેસનો આંકડો 22 લાખ?

22 July, 2020 12:26 PM IST  |  New Delhi | Agencies

આઠમી ઑગસ્ટ સુધીમાં કોરોના કેસનો આંકડો 22 લાખ?

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દેશમાં અનલૉક-2ના ૨૦માં દિવસે રવિવાર કરતાં ઓછા એટલે કે ૩૭,૧૪૮ કેસ નોંધાયા હતા. રવિવારે ૪૦ હજાર કરતાં વધારે કેસ સામે આવ્યા હતા. તેથી તેની સરખામણીએ સોમવારે ઓછા કેસ નોંધાતા સત્તાવાળાઓને કંઈક રાહત મળી છે. જોકે આ જ સમયગાળામાં વધુ ૫૮૭નાં મોત થયાં છે. ગઈ કાલે સવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કેસ ૪૦,૦૦૦ની નીચે પણ ૩૫,૦૦૦ની ઉપર રહ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. આ સાથે હવે ભારતમાં કુલ કેસ ૧૧,૫૫,૧૯૧ ઉપર પહોંચી ગયા છે. સારવાર હેઠળના કેસની સંખ્યા ૪ લાખથી ઉપર ૪,૦૨,૫૨૯ થઈ છે અને સાજા થનારાઓની સંખ્યા ૭ લાખથી ઉપર ૭,૨૪,૫૭૮ થઈ છે. કેસ વધતાં કેટલાંક શહેરોમાં આંશિક લૉકડાઉન ચાલી રહ્યું છે.

હાલ દેશમાં ૧૧ લાખથી વધુ દરદીઓ છે. દેશમાં ૮ ઑગસ્ટ સુધીમાં ૨૨ લાખ દરદીઓ થવાની શકયતા છે. જો આગામી દિવસોમાં આ ગતિ ધીમી ન પડી તો ઑગસ્ટના અંત સુધીમાં આ દરદીઓની કુલ સંખ્યા ૪૪ લાખ થઈ શકે છે.

new delhi national news coronavirus covid19 lockdown