ફેસબુક પર #CoupleChallengeની તસવીરો પોસ્ટ કરી હોય તો થઈ જાવ સાવધાન!

26 September, 2020 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેસબુક પર #CoupleChallengeની તસવીરો પોસ્ટ કરી હોય તો થઈ જાવ સાવધાન!

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા એક એવુ માધ્યમ છે જ્યા દરેક વસ્તુ તરત વાયરલ થઈ જાય છે અને અનેક વસ્તુઓ ટ્રેન્ડ પણ કરતી હોય છે. તાજેતરમાં જ ફેસબુક (Facebook) પર કપલ ચેલેન્જ (#CoupleChallenge) ટ્રેન્ડ કરી રહી છે. આ ચેલેન્જ હેઠળ યુર્ઝસ પોતાના પાર્ટનર સાથેના અંગત ફોટો ફેસબુક પર અપલોડ કરી રહ્યાં છે. પરંતુ સહુ કોઈ એ વાતથી અજાણ છે કે, આ અંગત ફોટાઅનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે થઈ શકે છે. લોકો અંગત ફોટો સોશ્યલ મીડિયા પર મુકીને સાયબર ક્રાઈમને સામે ચાલીને આમંત્રણ આપી રહ્યાં છે. ત્યારે પુણે પોલીસ, અમદાવાદ પોલીસ અને બરૂચ પોલીસે યુઝર્સને સાવધાન રહેવા જણાવ્યું છે.

સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી પલ ચેલેન્જ, ફેમિલી ચેલેન્જ, ડોટર ચેલેન્જ, સન ચેલેન્જ, સોફા ચેલેન્જ સહિતની ચેલેન્જ ચાલી રહી છે. જેમા સૌથી વધુ ટ્રેન્ડ કરી રહી છે #CoupleChallenge. જેમા લોકો સોશ્યલ મીડિયા પર જીવનસાથી અને પરિવારના સભ્યો સાથેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે પોલીસનું કહેવું છે કે, સોશ્યલ મીડિયામાં પરિવાર સાથેની તસવીરોને અસામાજીક તત્વો મોર્ફ કરી તેનો ગેરઉપયોગ પણ કરતા હોય છે. એટલે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. લોકોને સાયબર સલામતીના નિયમો જાણ્યા પછી જ સોશ્યલ મીડિયા પર એકટીવ થવાનો અનુરોધ કરાયો છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, આ ટ્રેન્ડમાં પોસ્ટ કરેલા ફોટાનું દુરપયોગ થઈ શકે છે. જેથી, લોકોએ સાવધ રહેવાની જરૂર છે.

પુણે પોલીસે ટ્વીટ કરીને યુર્ઝસને સાવચેત કર્યા હતા અને કહ્યું હતું કે, 'તમારા સાથી સાથેની તસવીર પોસ્ટ કરતા પહેલા અનેકવાર વિચારો. આપણે સાવધ નહીં રહીએતો આ ક્યૂટ ચેલેન્જનો ખોટી દિશામાં ઉપયોગ થઇ શકે છે'.

ગુજરાતના ભરૂચ જીલ્લાની પોલીસે પણ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું છે કે, 'જેમ પાણીમાં તરતા ના આવડે તો ડૂબી જવાય છે, તે રીતે સોશ્યલ મીડિયામાં ચાલતા ખોટા ટ્રેન્ડમાં સમજ્યા વગર પડવાથી સાયબર ક્રાઈમનો ભોગ બની જવાય છે'.

પોલીસે જણાવ્યું હતુ કે, લોકોએ આવી ચેલેન્જનો સ્વીકાર ન કરવો જોઈએ અને ફોટાઓ અપલોડ ન કરવા જોઈએ. પોલીસની સાથે સાથે સાયબર સેલે પણ યુઝર્સને કહ્યું છે કે, આ પ્રકારની ચેલેન્જનો ભાગ ન બનો અને બને ત્યાં સુધી ટાળો. કારણકે આ પ્રકારની ચેલેન્જમાં તસવીરોનો દુરુપયોગ થઈ શકે છે. જેથી નાગરિકોને તકલીફ પડી શકે છે.

national news facebook pune ahmedabad bharuch