મતગણતરી 2019: ગૃહમંત્રાલયે રાજ્યોનો કર્યા અલર્ટ, શાંતિ જાળવી રાખવા અપીલ

22 May, 2019 06:10 PM IST  |  નવી દિલ્હી

મતગણતરી 2019: ગૃહમંત્રાલયે રાજ્યોનો કર્યા અલર્ટ, શાંતિ જાળવી રાખવા અપીલ

ગૃહમંત્રાલયે રાજ્યોનો કર્યા અલર્ટ

મતગણતરી પહેલા ગૃહ મંત્રાલયે રાજ્યોને અલર્ટ કર્યા છે. મતગણતરીના સમયે રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટેના પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને અલર્ટ કર્યા છે. 23મેના દિવસે રાજ્યમાં અશાંતિ ફેલાવાની આશંકા છે. જેને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે.


મહત્વનું છે કે લોકસભા ચૂંટણી સાત ચરણોમાં થઈ હતી. જે 19 મેના દિવસે ખતમ થયો. જેની મતગણતરી ગુરૂવારે થઈ રહી છે. જેને નજરમાં રાખતા ગૃહમંત્રાલયે અલર્ટ જાહેર કર્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ઘટના પર નજર રાખી શકાય અને તેની રોકી શકાય.

આ પણ વાંચોઃ જાણો કેવી રીતે થાય છે મતગણતરી, ક્યારે આવશે ફાઈનલ પરિણામ!

 

home ministry Loksabha 2019