DCGIનું કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે ગ્રીન સિગ્નલ

03 January, 2021 12:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

DCGIનું કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે ગ્રીન સિગ્નલ

પ્રતીકાત્મક તસવીર

આમ  તો ગઇકાલ સાંજથી બે વેક્સિન્સને મંજૂરી મળી હોવાના સમાચાર આવી રહ્યા હતા પણ આજે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ (DCGI) ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. કોરોના વેક્સિન અંગે અત્યાર સુધીના આ સૌથી મહત્વના સમાચાર છે. 

સોમાણીએ કહ્યું કે, અમુક સાઈડ ઈફેક્ટ જેવા કે હળવો તાવ, દુખાવો અને એલર્જી દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે, પણ આ બે વેક્સિન 110% સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો અફવા છે. તેમણે ખોટી માહિતીઓ પર વિશ્વાસ ન કરવાની વાત પર ભાર મૂક્યો છે. 

વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને દેશને શુભેચ્છા પાઠવી હતી.

કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. એમ બની શકે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ Coronavirus Vaccine: વેક્સિન ક્યારે મળશે, કોને મળશે, કયા ડૉક્યુમેન્ટ્સ જોઇશે, જાણો તમામ સવાલોના જવાબ

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓએ આ ટ્વીટ કર્યું હતું.

ડીસીજીઆઈએ જાણકારી આપી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. વેક્સીનેશન દરમિયાન આ વેક્સિનના 2-2 ડોઝ આપવામાં આવશે.  DCGIના નિદેશકે જણાવ્યું કે, બંને વેક્સિન બિલકુલ સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાંકરી શકાશે. DCGI મુજબ બંને વેક્સિનના બે-બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવશે. આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રખાશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા જ્યારે કોઈ દવા, ડ્રગ, વેક્સિનને છેલ્લી મંજૂરી આપી છે, ત્યારે તે દવાઓ, વેક્સિનનો સાર્વજનિક ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI વેક્સિન પર કરવામાં આવેલા પરીક્ષણોના આંકડાનો અભ્યાસ કરે છે. DCGIને જ્યારે આ રિપોર્ટની સચોટતાની ખાતરી થાય પછી જ વેક્સિનના સાર્વજનિક ઉપયોગની મંજૂર મળી શકે છે. 
DCGIની પ્રેસ કોન્ફરન્સ એવા સમયમાં થઈ જ્યારે કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિ તરફથી શનિવારે જ ભારતમાં સ્વદેશી રીતે વિકસિત Covid-19 વિરોધી વેક્સિન કોવેક્સિનને કેટલીક શરતોની સાથે ઇમજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી ચૂકી છે. આ પહેલા, CDSCOની Covid-19 સંબંધિત એક વિષય વિશેષજ્ઞ સમિતિ (SIC)એ શુક્રવારે ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે કહ્યું કે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર (સ્ટ્રેન) (Coronavirus New strain)ને ભારતમાં સફળતાપૂર્વક ‘કલ્ચર’ કરાયો છે એટલે કે જેમાં કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે.

coronavirus national news narendra modi