નવા વર્ષની શરૂઆત એ સારા સમાચાર સાથે થઇ છે કે દેશમાં ઇમર્જન્સી યૂઝ માટે કોરોનવાઇરસને નાથનારા (Coronavisur) વેક્સિનને (Vaccine) પરમિશન મળી ચૂકી છે. એકથી વધુ વેક્સિન્સને મંજૂરી મળી છે ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે લોકોની મુંઝવણો અને સતત થતા સવાલોના જવાબ આપવા માટે એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ (AIIMS) ગુલેરિયાના ત્રણ વીડિયો રિલીઝ કર્યા છે. આ વીડિયોમાં ડૉ.ગુલેરિઆએ વેક્સિન સંબંધિત ઘણી બાબતો અંગે સ્પષ્ટતા કરી છે.જાણો એ સવાલોના જવાબ જે તમારા મનમાં પણ ઉઠ્યા હશે.
1. વેક્સિનેશન ક્યારે શરૂ થશે?
- ડૉ. ગુલેરિયાએ જણાવ્યું છે કે દેશમાં કોઈપણ સમયે કોરોના વેક્સિનને અંતિમ સ્વરૂપ મળી શકે છે અને વેક્સિનને સંપૂર્ણ ગ્રીન સિગ્નલ મળતાં ભારત સરકાર તબક્કાવાર વેક્સિનેશન અભિયાન શરૂ કરશે.
2. સૌથી પહેલાં કોને મળશે વેક્સિન?
- ડો.ગુલેરિયાએ કહ્યું કે શરૂઆતમાં કોવિડ રસી બધા લોકોને નહીં અપાય. તેમણે કહ્યું કે સરકારે રિક્સ ફેક્ટરને ધ્યાનમાં લઇને રસીકરણની પ્રાથમિકતાઓ નક્કી કરી છે. તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોનું વેક્સિનેશન થશે.
3. બધાને અપાશે વેક્સિન?
- એમ.એસ. ડિરેક્ટરએ જણાવ્યું હતું કે વેક્સિનેશનના બીજા જૂથમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો હશે. આ સાથે, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ આ જૂથમાં જોડાશે, જેમનામાં વાઇરસના લક્ષણો છે.
4. વેક્સિનેશન ફરજિયાત?
- તેમણે કહ્યું કે વેક્સિનેશન ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છિક રહેશે. જો કે, ડો. ગુલેરિયાએ લોકોને પોતાને અને તેમના પરિવારો, સંબંધીઓ અને પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે વેક્સિન લેવાની સલાહ આપી હતી.
5. વેક્સિનની ચોકસાઇ થશે?
- ટૂંકા ગાળામાં આવી રહેલા વેક્સિન અંગેની ચિંતાનો જવાબ વાળતા ડૉ.ગુલેરિયાએ કહ્યું કે સરકાર સલામતીની પુરી ખાતરી કરીને પછી જ વેક્સિનેશનની પ્રક્રિયા આગળ ધપાલવશે
આ માટેના તમામ જરૂરી અને યોગ્ય માપદંડોને પરિપૂર્ણ કર્યા વિના સરકાર કોઈ વેક્સિનને મંજૂરી નહીં આપે.
આ પણ વાંચોઃ Exclusive: ડૉ. સિદ્ધાર્થ પટેલનું સંશોધન છે મોડર્ના વેક્સિનનું ગુજરાતી કનેક્શન
6. વેક્સિનેશન માટે ક્યારે અને ક્યાં જવું?
- વેક્સિનેશન મેળવવા માટે શું કરવુંના સવાલમાં તેમણે કહ્યું કે વેક્સિનેશન માટે નોંધાયેલા લોકોને રજિસ્ટર્ડ મોબાઇલ દ્વારા જાણ કરાશે કે તેમણે ક્યારે અને ક્યાં વેક્સિનેશન માટે જવું. આ કારણે ખોટી અરાજકતા અને અસુવિધા ટાળી શકાશે.
અહીં તમે જોઇ શકશો ડીડી નેશનલના ટ્વિટર હેન્ડલ પર મૂકાયેલા ડૉ.ગુલેરિયાના વીડિયોઝ, આ તમામ માહિતી ત્રણ નાના વીડિયોઝમાં વહેંચવામાં આવી છે.
As #COVID19Vaccination just around the corner, AIIMS-Delhi Director Dr. Randeep Guleria answers some commonly asked questions
— DD News (@DDNewslive) January 3, 2021
➡️Is a COVID-19 vaccine scheduled anytime soon?
➡️Will the COVID-19 vaccine be given to everyone
simultaneously? @MoHFW_INDIA @Nitendradd pic.twitter.com/YzBSV9Z5tQ
7. વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે?
- રજિસ્ટ્રેશન વિના કોઇને રસી નહીં અપાય અને આ રજિસ્ટ્રેશન આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર કરાવવાનું રહેશે.
8. રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ જોઇશે?
-ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે લોકોએ નોંધણી માટે કોઇપણ ફોટો આઇડી કાર્ડ રજૂ કરવું ફરજિયાત રહેશે.
9. રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે?
- ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા અપાયેલ કરાયેલું કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઑફિસ દ્વારા અપાયેલ કરાયેલ પાસબુક, સાંસદ / ધારાસભ્ય / એમએલસી દ્વારા અપાયેલ કરાયેલ આઈડી કાર્ડ, નિયોક્તા (કેન્દ્ર સરકાર, રાજ્ય) સરકાર અથવા જાહેર મર્યાદિત કંપની દ્વારા અપાયેલા કોઈપણ ઓળખ કાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ) સબમિટ કરવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન સમયે જે કાગળ આપવામાં આવશે તે વેક્સિનેશન સમયે મેળવવામાં આવશે.
10. હાલમાં કયા વેક્સિન્સને મંજૂરી છે?
- સિમર ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કો-વેક્સિનને અત્યારે ઇમર્જન્સી યૂઝ માટે મંજૂરી મળી છે અને બંન્નેને મળેલા એપ્રુવલ્સ અલગ અલગ છે.
આ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTરસીકરણ અભિયાન માટે મતદારોની માહિતી સરકારને આપશે ચૂંટણીપંચ
16th January, 2021 12:52 ISTનોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 IST