Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,648 કેસ, 563 દર્દીઓનાં મોત

30 October, 2020 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,648 કેસ, 563 દર્દીઓનાં મોત

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 48,648 નવા કેસ નોંધાયા છે અને 563 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 80,88,851 કેસ થઈ ગયા છે. જેમાંથી 5,94,386 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં 73,73,386 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,21,090 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5,902 નવા કેસ નોંધાયા છે અને 156 લોકોના મોત થયા છે. જ્યારે 7,883 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,66,668 થઈ ગયો છે. તેમાંથી 1,27,603 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 43,710 લોકો મૃત્યુ પામ્યા છે અને 14,94,809 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં કોવિડ-19 દરદીઓમાં રિકવરી રેટ 90.08 ટકાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 987 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,71,040 પર પહોંચ્યો છે. 1083 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,54,078 પર પહોંચ્યો છે.  4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,708 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 13,254 છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 29 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 11,64,648 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

national news maharashtra gujarat coronavirus covid19