Coronavirus Update: દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783 કેસ

09 July, 2020 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Update: દેશમાં 25000, મહારાષ્ટ્રમાં 5143, ગુજરાતમાં 783 કેસ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. હવે પહેલી વખત લગભગ 25 હજાર કેસ ભારતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24879 કેસ નોંધાયા, આ કારણે કોરોના કુલ કેસની સંખ્યા 767296 પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી 487 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. હજી સુધી કોવિડ -19ને કારણે થયેલ મૃત્યુઆંક 21,129 છે. હાલમાં કોરોના વાયરસના 269789 કેસ સક્રિય છે. તે જ સમયે, 476378 દર્દીઓ સાજા થયા છે. બુધવારે, 22,752 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કોરોના મહારાષ્ટ્ર અપડેટ

મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના કુલ 5134 દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 9250 કોરોના દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. મુંબઈમાં જ કોરોના દર્દીઓનાં મોતની સંખ્યા પાંચ હજારને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના કુલ દર્દીઓ વધીને 2,17,121 પર પહોંચી ગયા છે.

રાજધાની મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે 89,294 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 5002 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ધારાવી તરફથી એક સારા સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક જ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં, ધારાવીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2335 પર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કારણે કુલ 224 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 217121 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ કુલ 9250 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. કુલ 118558 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે ગયા છે. મંગળવારે 3296 દર્દીઓ સાજા થયા અને રજા આપી.

 

કોરોના ગુજરાત અપડેટ

બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 783 કેસ નોંધાતા હવે કુલ આંકડો 38,419 પર પહોંચ્યો છે. છેલ્લાં પંદર દિવસમાં એક્ટિવ કેસની વધારો થયો છે. હાલ આ સંખ્યા 9,000થી વધુ છે. છેલ્લાં પંદર દિવસમાં જ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં અંદાજે 3000નો વધારો થયો છે, એટલે કે રોજના 200 કેસ એવાં આવે છે કે જેમનું હૉસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે.

24 જૂનના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6,169 હતી જે બુધવારે આઠમી જુલાઇએ વધીને 9,111 થઇ છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થતાં હવે રિકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 27,313 પર પહોંચ્યો છે જે 71 ટકા જેટલું પ્રમાણ છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 16 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે. હાલ રાજ્યનો મૃત્યુદર 5.19 ટકા રહ્યો છે. હજુ પણ 67 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.89 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.33 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

coronavirus national news maharashtra gujarat covid19