ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો નવો રૅકૉર્ડ, 18552 નવા કેસ, 384 મોત

27 June, 2020 12:09 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો નવો રૅકૉર્ડ, 18552 નવા કેસ, 384 મોત

કોરોનાવાયરસ અપડેટ

દેશમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધતો જાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધારે 18552 નવા કેસ સામે આવ્યા છે. આની સાથે જ કોરોના સંક્રમિતોનો આંકડો 5 લાખ પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર આંકડાઓ પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની કુલ સંખ્યા 5,08,953 થઈ ગઈ છે ત્યારે આ વાયરસથી અત્યાર સુધી 15,685 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકોમાં કોરોનાના સૌથી વધારે 18552 નવા કેસ સામે આવ્યા છે અને 384 લોકોના જીવ ગયા છે. જો કે, રાહતની વાત એ છે કે 2,95,881 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થઈ ગયા છે. રિકવરી રેટ 58.13 ટકા પર પહોંચી ગયો છે.

કોરોના સંક્રમણના વધતાં કેસની સાથે ટેસ્ટિંહમાં પણ ઝડપ આવી છે. 26 જૂન એટલે કે શુક્રવારે એક દિવસમાં અત્યાર સુધી ના સૌથી વધારે 2.20,479 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. 26 જૂન સુધી કુલ 79,96,707 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. પૉઝિટીવિટી રેટ 8.41 ટકા છે. દેશમાં કોરોનાના કેસ 5 લાખ સુધી પહોંચવામાં 149 દિવસમો સમય લાગ્યો છે. ભારતમાં 21 જૂનના કોરોનાના કેસ વધીને 4,10,461 પર પહોંચી ગયા હતા હવે 27 જૂને આ આંકડો 5,08,953 પર પહોંચી ગયો છે.

કોરોના વાયરસનો સૌથી વધારે પ્રભાવ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. શુક્રવારે 5000થી વધારે કેસ નોંધવામાં આવ્યા. જેના પછી ત્યાં સંક્રમિતોની સંખ્યા 1,52,785 થઈ ગઈ। શુક્રવારે મહારાષ્ટ્રમાં 5024 નવા કેસ આવ્યા છે જ્યારે 175 લોકોના મોત થયા છે. રાજ્યમાં 65,829 એક્ટિવ કેસ છે. ફક્ત મુંબઇમાં કોરોનાના કેસ વધીને 72,175 થઈ ગયા છે.

national news coronavirus covid19 maharashtra mumbai news mumbai