છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 37,148 નવા કોરોના કેસ, 28000થી વધુનાં મોત

21 July, 2020 10:13 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 37,148 નવા કોરોના કેસ, 28000થી વધુનાં મોત

કોરોનાવાયરસ (પ્રતીકાત્મક તસવીર)

કોરોના વાયરસ(Coronavirus)ને લઇને સ્થિતિ સતત ચિંતાજનક છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખ પાર અને મરણાંક 28 હજારનો આંકડો વટાવી ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 37,148 નવા કેસ સામે આવ્યા છે, જેના પછી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,55,191 પહોંચી છે. આ દરમિયાન 587 દર્દીઓનાં મોત થયા છે જેની પછી કુલ મરણાંક 28084 થઈ ગયું છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 7,24,578 લોકો આ વાયરસને માત આપવામાં સફળ રહ્યા છે. પૉઝિટીવિટી રેટમાં વધારો જોવા મળ્યો છે જે ચિંતાનો વિષય છે, આ રેટ 11.14 ટકા પહોંચી ગયો છે. જો કે, રિકવરી રેટ પણ આની સામે વધી રહ્યો છે, જે વધીને 62.72 ટકા થયું છે.

રાજ્યો પ્રમાણે આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સ્થિતિ હજી પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અહીંથી 8240 નવા કેસ સામે આવ્યા છે. તો તામિલનાડુમાં 4985, આંધ્રપ્રદેશમાં 4074, કર્ણાટકમાં 3648 અને પશ્ચિમ બંગાળ 2282 નવા કેસ સામે આવ્યા છે.

મરણાંક બાબતે પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે છેલ્લા 24 કલાકોમાં અહીં 176 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં 72, તામિલનાડુમાં 70, આંધ્ર પ્રદેશ 54 અને ઉત્તર પ્રદેશમાં 46 લોકોના મોત થયા છે.

coronavirus covid19 national news maharashtra