દેશમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો: ચોવીસ કલાકમાં 6000થી વધુ કેસ

22 May, 2020 11:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો: ચોવીસ કલાકમાં 6000થી વધુ કેસ

ફાઈલ તસવીર

છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસ (COVID-19)ના 6000 કરતા વધુ કેસ નોંધાયા છે. ગુરૂવારે સવારે આઠ વાગ્યાથી શુક્રવારે સવારે સાત વાગ્યા સુધીમાં 6,100 કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડાઓ મુજબ, દેશમાં કોરોનાના કુલ કેસ 1,18,447 થઈ ગયા છે. જેમાં 66,330 એક્ટિવ કેસ, 48,533 ડિસ્ચાર્જ, 3,583નાં મોત અને 1 દર્દી સાજો થઈને વિદેશ જતો રહ્યો છે.

જો છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓની વાત કરીએ તો દેશમાં 6,088 નવા કેસ નોંધાયા હતા અને 148 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓનો આંકડો દરરોજ 5000ને પાર કરી રહ્યો છે. બુધવારે પણ કોરોનાના 5,611 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે 5,609 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 66,330 એક્ટિવ કેસ છે.

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 41,642 કોરોનાના કેસ છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં 2,345 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 12,910 કેસ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં 371 નવા કેસ નોંધાયા છે. જ્યારે તામિલનાડુમાં ગુજરાતથી વધુ એટલે કે 13,967 કેસ નોંધાયા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં 776 નવા કેસ નોંધાયા છે.

coronavirus covid19 national news india