ભોજનસંકટ : લૉકડાઉનમાં 50 ટકા ગ્રામીણ ભારતના લોકો ભરપેટ જમતા નથી

14 May, 2020 09:02 AM IST  |  New Delhi | Agencies

ભોજનસંકટ : લૉકડાઉનમાં 50 ટકા ગ્રામીણ ભારતના લોકો ભરપેટ જમતા નથી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ અને લૉકડાઉનની દેશભરનાં શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો પર ભારે અસર થઈ રહી છે. કેટલાંક સિવિલ સોસાયટી ઑર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસની અસર સમજવા માટે દેશનાં ૧૨ રાજ્યોના ૫૦૦થી વધુ ગ્રામીણ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ ટકા લોકો ઓછું જમે છે! ૬૮ ટકા પરિવારોએ કહ્યું કે તેઓએ ભોજનમાં ખાદ્ય વસ્તુઓમાં ઘટાડો કર્યો છે. ૫૦ ટકા પરિવારોએ દિવસ દરમિયાન જમવાની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે જેમ કે જો કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન ૪-૫ વખત જમતી હોય તો તે હવે માત્ર ૨-૩ ટાઇમ જ ભોજન ગ્રહણ કરે છે. આ ઉપરાંત ૨૪ ટકા પરિવારોએ અનાજ ઉધાર લીધું હતું.

સર્વેક્ષણમાં ૮૪ ટકા પરિવારોએ જણાવ્યું હતું કે પીડીએસ દ્વારા તેમને રૅશન મળ્યું છે, પરંતુ અન્ય કુટુંબો વંચિત રહ્યા છે. આ અધ્યયનમાં આગામી ખરીફ પાકની સીઝનમાં પીડીએસ અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલાં રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.

new delhi national news coronavirus covid19 lockdown