Coronavirus Outbreak: મહારાષ્ટ્રમાં કયા છે Red, Green, Orange ઝોન, જાણો

01 May, 2020 08:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: મહારાષ્ટ્રમાં કયા છે Red, Green, Orange ઝોન, જાણો

મહારાષ્ટ્રમાં કૂલ 14 રેડ ઝોન્સ છે, 16 ઓરેન્જ ઝોન્સ છે તથા 6 ગ્રીન ઝોન્સ છે.

લૉકડાઉન 2.0 પુરું થવામાં છે અને ગૃહમંત્રાલયે દેશવ્યાપી લૉકડાઉન 2 અઠવાડિયા લંબાવવાની જાહેરાત કરી છે.વિવિધ રાજ્યોમાં ત્યાં કયા શહેરો રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે તેને આધારે ત્યાં ચોક્કસ છૂટ આપવામાં આવશે.યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ દેશમાં 130 જિલ્લો રેડ ઝોનમાં, 284 ઓરેન્જ ઝોનમાં અને 319 ગ્રીન ઝોન તરીકે આઇડેન્ટિફાઇ કર્યા છે. આ નિર્ણયો જે તે જિલ્લામાં નોવેલ કોરોનાવાઇરસનાં કેસિઝ, ઇન્ફેક્શન પ્રસરવાનો દર અને ટેસ્ટિંગ તથા ચકાસણીને આધારે લેવાયા છે.

મહારાષ્ટ્રમાં કૂલ 14 રેડ ઝોન્સ છે, 16 ઓરેન્જ ઝોન્સ છે તથા 6 ગ્રીન ઝોન્સ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કૂલ 10,000 કન્ફર્મ્ડ કેસિઝ આવ્યા છે. ભારતમાં સૌથી વધુ પૉઝિટીવ કેસિઝ મહારાષ્ટ્રમાં જ આવ્યા છે અને સાજા થયેલોનો કૂલ આંકડો 1773 તથા મૃત્યુ આંક 459 પર પહોંચ્યો છે.

મુંબઇ દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, બેંગાલુરુ, અમદાવાદ અને પુનાને રેડ ઝોન જાહેર કરાયા છે. કોઇપણ જિલ્લો ત્યારે જ ગ્રીન ઝોનમાં આવશે જ્યારે છેલ્લા 21 દિવસમાં ત્યાં કોરોના વાઇરસનો કોઇપણ પૉઝિટીવ કેસ ન નોંધાયો હોય.

મહારાષ્ટ્રમાં આટલા જિલ્લા RED ઝોનમાં

મુંબઇ

પુના

થાણે

નાસિક

પાલઘર

નાગપુર

સોલાપુર

યવતમાલ

ઔરંગાબાદ

સાતારા

ધૂળે

અકોલા

જલગાંવ

મુંબઇ સબર્બન

મહારાષ્ટ્રમાં આટલા જિલ્લા ORANGE ઝોનમાં

રાયગઢ

અહમદનગર

અમરાવતી

બુલધાના

કોલ્હાપુર

નંદુરબાર

હિંગોલી

રત્નાગીરી

જલના

નાંદેદ

ચંદ્રપુર

પરભાણી

સાંગલી

લાતુર

ભંડારા

બીડ

મહારાષ્ટ્રમાં આટલા જિલ્લા GREEN ઝોનમાં

ઉસ્માનાબાદ

વાશિમ

સિંધુદૂર્ગ

ગઢચિરોળી

વર્ધા

લૉકડાઉને કર્યું સ્પીડબ્રેકરનું કામ

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ઝોન અનુસાર જ લૉકડાઉનમાં છૂટછાટ અપાશે અને બહુ સાવચેતી પૂર્વક આ નિર્ણયો લેવાશે. તેમના લાઇવ વેબકાસ્ટમાં તેમણે કહ્યું કે, “મુંબઇ, નાગપુર, ઔરંગાબાદ કે પુના જેવા રેડ ઝોન્સમાં લૉકડાઉન ઉઠાવી લેવું જરાય હિતાવહ નથી અને તેનાથી કોઇને પણ લાભ નહીં થાય. આપણે ગ્રીન ઝોનમાં પણ કોઇ જોખમ ન લઇ શકીએ અને એક પછી એક પગલાં લઇને જ લૉકડાઉનની છૂટછાટ અંગે નિર્ણય લેવાશે.” તેમણે એમ પણ કહ્યું કે, “લોકો લૉકડાઉનને લીધે ભારે હાલાકી ભોગવી રહ્યાં છે અને આપણે લોકોનાં મનમાંથી Covid-19નો ડર કાઢવો જ પડશે.” તેમણે કહ્યું કે લૉકડાઉન સ્પીડ બ્રેકરનું કામ કરી રહ્યું છે અને વાઇરસની ચેન પર તેની ચોક્કસ અસર પડે છે. સતત ટેસ્ટિંગ કરાયા હોવાને કારણે રાજ્યમાં વધુ કેસિઝ જોવા મળ્યા છે. આ સાથે તેમણે લોકોને મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છાઓ પણ આપી હતી.

coronavirus covid19 maharashtra mumbai uddhav thackeray