Coronavirus Outbreak: મુંબઇ કે દિલ્હી નહીં, અહીં છે સૌથી વધુ કેસિઝ

02 September, 2020 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: મુંબઇ કે દિલ્હી નહીં, અહીં છે સૌથી વધુ કેસિઝ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાઇરસનું સંક્રમણ જાણી પીછો છોડવા જ નથી માંગતું.અત્યારે પૂણે સૌથી વધુ કેસિઝ ધરાવતું શહેર બની ગયું છે.હાલમાં પૂણેમાં કોરોનાવાઇરસનાં દર્દીઓની સંખ્યા 1.75 લાખ છે.ઑગસ્ટની શરૂઆતમાં અહીં 91 હજારથી વધુ કેસિઝ હતા પણ એક મહિનામાં જ અહીં 83 હજાર કેસિઝનો આંકડો વધ્યો. છેલ્લા અઠવાડિયાઓમાં તો અહીં રોજનાં 2-3 હજાર કેસિઝ નોંધાય છે. એક સમયે મુંબઇ સૌથી વધુ સંક્રમિત શહેર હતું અને હાલમાં અહીં એક્ટિવ કેસિઝની સંખ્યા 20 હજાર છે તો દિલ્હીમાં આ આંકડો 15 હજાર છે. જિલ્લા વહિવટી તંત્રએ પૂણેમાં વધતા કેસિઝને કારણે ટેસ્ટિંગ પણ વધાર્યું છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોઈપણ ક્ષેત્રમાં 50 ટકાથી વધુ લોકો સંક્રમિત થયા પછી ધીરે ધીરે સંક્રમણદર ઘટે છે. જોકે પૂણેમાં હાલમાં સંક્રમણ વધવાની ગતિ ઘટવાની શરૂ થઈ નથી.

ગયા અઠવાડિયે ભારતમાં વિશ્વમાં કોઈપણ દેશ કરતાં સૌથી વધુ નવા દર્દી નોંધાયા આ દરમિયાન દુનિયામાં 17,77,791 નવા દર્દી નોંધાયા. તેમાંથી 29 ટકા ભારતના હતા.ભારતમાં એક સપ્તાહમાં દર્દીની સંખ્યામાં થયેલો વધારો છેલ્લા સપ્તાહની તુલનાએ 9 ટકા વધુ છે. દેશમાં વધેલા દર્દીએ સંક્રમિતોના વૈશ્વિક આંકડામાં લગભગ 1 ટકાનો વધારો કર્યો. દુનિયામાં આ દરમિયાન મોતનો દર 3 ટકા ઘટ્યો છે.

coronavirus covid19 pune maharashtra national news