Coronavirus Outbreak: પુનાની 92 વર્ષની મહિલાએ કોરોનાને માત આપી

23 April, 2020 07:06 PM IST  |  Puna | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: પુનાની 92 વર્ષની મહિલાએ કોરોનાને માત આપી

પ્રતીકાત્મક તસવીર

પુનામાં એક 92 વર્ષની મહિલાએ જે વ્હિલચેર વિના ચાલી પણ નથી શકતી તેણે Covid-19ને માત આપી છે. તેણે ચૌદ દિવસનો ફરજિયાત ક્વોરેન્ટિન પિરીયડ પુરો કર્યો છે અને સાજા થઇ ગયા છે.આ મહિલાને સાત મહિના પહેલાં લકવાનો અટેક આવ્યો હતો અને તેમના સહિત ઘરનાં ચાર જણને કોરોના પૉઝિટીવ આવ્યો હતો. તેઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં લવાલે પુનાની સિમ્બાયોસિસ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.સિમ્બાયોસિસ યુનિવર્સિટી હૉસ્પિટલનાં સીઇઓ ડૉ.વિજય નટરાજને એએનઆઇને જણાવ્યું હતું કે,“તેમને તાજેતરમાં જ સ્ટ્રોક આવ્યો હતો અને ડાબી બાજુથી પેરાલિસીસ થઇ ગયો હતો. આ સ્થિતિમાં પણ તે 14 દિવસમાં જ કોરોનાની પકડમાંથી છૂટી ગયા. ઉંમર ચોક્કસ તેનું કામ કરે છે પણ તેનો અર્થ એમ નથી કે જેને વાઇરસ થશે તે ગુજરી જ જશે.”

હૉસ્પિટલ્સનાં ડૉક્ટર્સનાં મતે આ વયનાં દર્દીની રિકવરી સાબિત કરે છે કે સિનિયર સિટિઝન્સ પણ વાઇરસમાંથી બેઠા થઇ શકે છે. ડૉ. નટરાજને કહ્યું કે“તેમને સ્ટ્રોક આવ્યો હતો અને તેમને લકવો થયો હતો. અમે તેમનો ટેસ્ટ કર્યો છે અને હવે તેમનામાં કોરોના સંક્રમણનાં કોઇ જ લક્ષણો નથી.”

coronavirus covid19 maharashtra ani news pune