Coronavirus: રાતે બે વાગે મસ્જિદ ખાલી કરાવવા પહોંચ્યા NSA ડોભાલ

01 April, 2020 10:39 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: રાતે બે વાગે મસ્જિદ ખાલી કરાવવા પહોંચ્યા NSA ડોભાલ

અજિત ડોભાલની ફાઇલ તસવીર

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે.તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે.ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે. કોરોના પોઝિટીવની સંખ્યા 1637છે, 38 મોત થયાં છે તથા 133 જણા સાજા થયાં છે.તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી છે. નવા કેસોમાં જમ્મુ અને કાશ્મીરના 23, તેલંગાણાના 20, આંધ્રપ્રદેશના 17, આંદામાન અને નિકોબારના 9, તમિળનાડુના 65, દિલ્હીના 18 અને પુડુચેરીના 2 કેસનો સમાવેશ થાય છે. આમાં નિઝામુદ્દિન આવેલા લોકો પણ છે અને તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે.

જ્યારે આ ધાર્મિક સમારોહનાં સ્થળેથી લોકોને ખસેડવાના હતા અને 1600થી વધુ લોકોને ત્યાંથી કાઢવાના હતા અને તમામનો ટેસ્ટ કરાવવાનો હતો ત્યારે શરૂઆતમાં મૌલાના સાદ ઇમારતને ખાલી કરાવવા તૈયાર જ નહોતા. આ સમયે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જેને ભારતનાં જેમ્સ બોન્ડ પણ કહે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેઓ રાત્રે બે વાગે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે મસ્જિદ ખાલી કરાવવા માટે ઓપરેશન મકરઝ શરૂ કરાવ્યુ હતું.હિન્દુસ્તાન ટાઇમ્સમાં આવેલા રિપોર્ટ અનુસાર અજિત ડોભાલને ગૃહમંત્રી અમિત શાહે અહીં પહોંચી જવા કહ્યું હતું. ડોભાલ રાત્રે બે વાગ્યે નિઝામુદ્દિન મકરઝ પહોંચ્યા અને પછી મૌલાના સાદ સાથે વાત કરી ત્યાં હાજર લોકોનો ટેસ્ટ કરવા કહ્યું. અંતે તેમના નેતૃત્વ હેઠળ ધાર્મિક ઇમારત ખાલી કરાવાઇ હતી.

લોકોને ધાર્મિક કાર્યક્રમોથી બચવા માટે આરોગ્ય મંત્રાલયની અપીલ

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, “દિલ્હીમાં જમાત સાથે સંકળાયેલા 1800 લોકોને 9 જુદી જુદી હોસ્પિટલો અને સંસર્ગનિષેધ કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.આ સંજોગોમાં તમામ પ્રકારનાં મેળાવડા ટાળવાની માર્ગદર્શિકાને અનુસરવાની અપીલ પણ મંત્રાલયે કરી.

covid19 coronavirus national news delhi news amit shah