Coronavirus:ભારતમાં અત્યાર સુધી 20 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત

30 December, 2020 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus:ભારતમાં અત્યાર સુધી 20 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર. તસવીર સૌજન્ય - જાગરણ

ભારતમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેઇનથી અત્યાર સુધીમાં કુલ 20 લોકોને ચેપ લાગ્યો છે. આ બધા લોકો બ્રિટનથી આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિવિધ રાજ્યોમાં છ લોકોને નવા સ્ટ્રેનથી સંક્રમિત થવાની જાણકારી આપી હતી. મોડી સાંજે મેરઠના એક વ્યક્તિને નવા સ્ટ્રેનથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે, બ્રિટનથી 33 હજાર મુસાફરો ભારત આવ્યા છે. આમાંથી 114 લોકોને ચેપ લાગ્યો હતો. તેમના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે સરકારી પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા હતા.

અમેરિકામાં પણ સામે આવ્યા કેસ

અમેરિકામાં બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો મામલો સામે આવ્યો છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર કોલોરાડોમાં આ કેમ સામે આવ્યો છે. અહીંયાના ગર્વનર જારેડ પોલીસે મંગળવારે એની જાણકારી આપી હતી.

પાકિસ્તનમાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવ્યો

પાકિસ્તાનમાં મંગળવારે બ્રિટનમાં મળી આવેલો કોરોના વાઈરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. નવા સ્ટ્રેનના કુલ ત્રણ કસ સામે આવ્યા છે. સિંઘ આરોગ્ય વિભાગ અનુસાર ડૉને જણાવ્યું કે બ્રિટનથી પાછા ફરેલા 12 લોકોના નમૂના જીનોટાઈપિંગ માટે લેવામાં આવ્યા હતા, જેમાંથી છ પૉઝિટીવ હતા અને ત્રણને નવા સ્ટ્રેનથી સંક્રમિત થવાનું જણાવ્યું હતું.

જપાનમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા કોરોનાના નવા સ્ટ્રેનના કેસની પુષ્ટિ થઈ

તેમ જ જપાનમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ જાપાન ટાઇમ્સના હવાલે એની જાણકારી આપી છે. 19 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછી ફરેલી મહિલા આ નવા સ્ટ્રેનથી સંક્રમિત મળી આવી છે. આ સિવાય આ મહિને બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી 6 લોકો સંક્રમિત મળ્યા છે. જપાનમાં નવા સ્ટ્રેનના અત્યાર સુધી 15 લોકો સંક્રમિત મળી આવ્યા છે.

new delhi coronavirus covid19 national news united kingdom