Coronavirus Lockdown: લૉકડાઉનની મુદત લંબાવવાની હાલમાં યોજના નથી

30 March, 2020 12:08 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Lockdown: લૉકડાઉનની મુદત લંબાવવાની હાલમાં યોજના નથી

કેબિનેટ સચિવે અફવાઓને રદિયો આપ્યો

દેશમાં કોરોનાવાઇરસનાં કેસિઝની સંખ્યામાં વધ-ઘટ વર્તાય છે ત્યારે લૉકડાઉનને લીધે થતી સમસ્યાઓ નવા પ્રશ્નો સર્જી રહી છે.જો કે લૉકડાઉનની મર્યાદા વધશે તેવી ચર્ચાઓની વચ્ચે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આશ્ચર્યુ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે લૉકડાઉનની અવધી વધારાય તેવી કોઇ શક્યતાઓ નથી, અને હાલમાં તેવો કોઇ વિચાર નથી. કોરોનાવાઇરસનો વિસ્તાર અને પ્રસાર અટકે એ માટે કેન્દ્ર સરકારે ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે ત્યારે અનેક પ્રકારની અફવાઓ પણ પ્રસરી રહી છે.

લોકોને ચિંતા છે કે સરકાર ૨૧ દિવસનું લૉકડાઉન વધારશે.જો કે રાજીવ ગૌબાએ આ વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવી વાતો મને આશ્ચર્ય પમાડે છે, લૉકડાઉનની અવધી વધારવાની કોઇ યોજના નથી.નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને લૉકડાઉનને લીધી પડી રહી તકલીફ અંગે માફી પણ માગી છે.

covid19 coronavirus narendra modi mann ki baat