Coronavirus Fighter: IAS ઑફિસર 22 દિવસનાં બાળક સાથે ડ્યુટી પર

13 April, 2020 04:27 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Fighter: IAS ઑફિસર 22 દિવસનાં બાળક સાથે ડ્યુટી પર

તસવીર-એએનઆઇ.

આખો દેશ કોરોના સામે આગવી લડત આપી રહ્યો છે. કોઇ ડ્યુટી પર હાજર રહીને લડત આપે છે તો કોઇ ઘરમાં રહીને સલામતીનાં પગલાં લે છે.સરકારી કર્મચારીઓ પોલીસ સાથે હોય કે પછી કોર્પોરેશન સાથે કે અન્ય વહીવટી તંત્રનો હિસ્સો હોય તેમને કોઇ છુટકો નથી હોતો અને કામ કરવું જ પડે છે.આ તંત્રમાં બહુ મોટો દાખલો સાબિત કરનાર છે જી શ્રીજના જે ગ્રેટર વિશાખાપટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર છે.તેમણે 22 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે અને તેઓ બાળક સાથે ડ્યુટી પર હાજર થયાં છે.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે પોતે ફરજ પર હાજર થયા તેની પાછળ કોઇ ચોક્કસ કારણ નથી પણ આવા અસાધારણ સંજોગોમાં તે ફરજ પર આવે તે સ્વાભાવિક છે.તેમણે પોતાને ટેકો આપવા બદલ કુટુંબનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે તેમનું કુટુંબ પણ તેમને બાળકની સારસંભાળ રાખવામાં મદદ કરી રહ્યું છે.તેમણે ઉમેર્યું કે,”મને કોઇએ ફરજ પર હાજર થવાનો હુકમ નહોતો કર્યો પણ મને જ થયું કે આ સંજોગોમા મારે આ કરવું જ જોઇએ.મેં કલ્પના નહોતી કરી કે હું મારી રજાઓ ટૂંકાવીશ પણ આ સંજોગોમાં મારી હાજરીથી એક માણસને પણ મદદ મળતી હોય તો તે ખાતર પણ મારે ડ્યુટી પર હાજર રહેવુ જોઇએ.”

covid19 coronavirus visakhapatnam national news