Coronavirus : મોદીએ દેશવાસીઓ પાસેથી માગી 9 મિનિટ, જાણો શું છે કારણ

03 April, 2020 09:18 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus : મોદીએ દેશવાસીઓ પાસેથી માગી 9 મિનિટ, જાણો શું છે કારણ

શુક્રવારે સવારે 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો મેસેજ શૅર કર્યો છે જેમાં તે કોરોના સામે લડવા લૉકડાઉનમાં જોડાતાં દેશવાસીઓનો આભાર માન્યો છે અને કહ્યું કે જો તમારા મનમાં ખ્યાલ આવતો હોય કે તમે એકલા શું કરી શકશો, તો તમે એકલા નથી 130 કરોડ દેશવાસીઓની સામુહિક શક્તિ દેશના દરેક વ્યક્તિ સાથે છે. આપણે ત્યાં માનવામાં આવે છે જનતા ઇશ્વરનો જ રૂપ હોય છે તો જ્યારે દેશ આટલી મોટી લડાઇ લડી રહ્યો હોય ત્યારે વારંવાર જનતા શક્તિનો સાક્ષાત્કાર કરાવતા રહેવું જોઇએ.

5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે હું તમારા બધાંની 9 મિનિટ માગું છું, રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની બધી જ લાઇટ્સ બંધ કરી, ઘરના દરવાજે મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ ચાલું કરવી, તેનો પ્રકાશ કરવો. તે સમયે જ્યારે ઘરની લાઇટ્સ બંધ કરશો તો તે સમયે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવે તો તમને દેખાશે આ મહામારીથી લડતાં તમે એકલા નથી. આ આયોજન સમયે કોઇએ પણ, ક્યાંય પણ એકઠાં થવાનું નથી. પોતાના ઘરના દરવાજે, બારી કે બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવું. આ જ એકમાત્ર ઉપાય છે કોરોનાની ચેઇન તોડવાનો. તેથી 5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે એકલા બેસો અને દેશ વિશે વિચારો. આની સાથે જ પીએમ મોદીએ એક શ્લોક પણ કહી સંભળાવ્યો છે. 

ઉત્સાહો બલવાન આર્ય, ન અસ્તિ ઉત્સાહ પરમ બલઃ।
સ ઉત્સાહસ્ય લોકેશુ ન કિમ્ચિત અપિ દુર્લભઃ।।

અર્થાત આપણાં ઉત્સાહ આપણી સ્પિરિટ કરતાં વધારે વિશ્વમાં કોઇ ફોર્સ શક્તિ નથી હોતી, વિશ્વમાં એવું કશું જ નથી જે આ શક્તિથી ન મેળવી શકાય. સાથે મળીને કોરોનાને હરાવીએ અને ભારતને વિજયી બનાવીએ. આભાર. - પીએમ મોદી

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત
દેશમાં ચાલતાં લૉકડાઉન દરમિયાન પીએમ મોદી સતત વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા દેશની હાલની સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે. ગઈ કાલે પીએમ મોદીએ લૉકડાઉન દરમિયાન કોરોના વાયરસના જોખમ વિશે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે કોરોના વાયરસના દરદીઓ માટે જુદાં અને વિશેષ હૉસ્પિટલની જરૂરિયાત છે. આ બેઠકમાં પીએમ મોદી સાથે ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય પ્રમુખ લોકો હાજર હતા.

narendra modi national news coronavirus covid19