કોરોના ઇફેક્ટઃ UPSCની પ્રિલિમ્સ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

13 May, 2021 03:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હવે પરીક્ષા ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ યોજાશે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર બેકાબૂ થઈ છે. દરરોજ સંક્રમણના કેસ વધતા જાય છે. આ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission - UPSC)એ એક મહત્વો નિર્ણય કર્યો છે. તેમણે વર્ષ ૨૦૨૧ની સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. ૨૭ જૂને યોજાનારી આ પરીક્ષા હવે ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ લેવામાં આવશે.

કમિશન દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ૨૭ જૂન ૨૦૨૧ના રોજ યોજાનારી સિવિલ સર્વિસિસ (પ્રારંભિક) પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. હવે આ પરીક્ષા ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસિસ પરીક્ષા પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા ભારતીય વહીવટી સેવા (આઈએએસ), ભારતીય વિદેશી સેવા (આઈએફએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.

coronavirus covid19 national news