ઉત્તરાખંડના સીએમ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ, કોરોના રિપૉટ આવ્યો પૉઝિટીવ

28 December, 2020 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરાખંડના સીએમ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ, કોરોના રિપૉટ આવ્યો પૉઝિટીવ

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને સારી સારવાર મળે એ માટે દિલ્હી એઈમ્સ (Delhi AIIMS) ખસેડવામાં આવ્યા છે. સીએમના મીડિયા સંયોજક દર્શન સિંહ રાવતે આ વાતની પુષ્ટિ કરી છે. રાવતના મુજબ ડૉક્ટરોની સલાહ પર તપાસ માટે સીએમ રાવતને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે દસ દિવસ પહેલા મુખ્ય પ્રધાનનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ મળ્યો હતો.

રાવત મુજબ ડૉક્ટરોની સલાહ પર તપાસ માટે મુખ્યમંત્રી રાવતને દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યા છે. ફિઝિશિયન ડૉ. એનએસ બિષ્ટ મુજબ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતની તબિયત સારી છે. તેમને રાત્રે તાવ આવ્યો હતો, જે હવે ઓછો થઈ ગયો છે. તેમના ફેફસામાં હળવો ચેપ લાગ્યો છે. એઈમ્સ દિલ્હીના ચિકિત્સકોની સલાહ લેવામાં આવી હતી. તેમની સલાહ પર જરૂરી પરીક્ષણો માટે મુખ્ય પ્રધાનને એઈમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે 18 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતમાં કોરોના વાઈરસ સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેમની પુત્રી અને પત્નીનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓ હૉમ ક્વૉરન્ટીન હતા. શનિવારે તેમને હળવો તાવ હતો. એના પર રવિવારે મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં તેમના બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેન કરાવ્યો હતો. આ સમય દરમિયાન ફેફસામાં ચેપ લાગ્યો હચો, બાદ ડૉક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી.

uttarakhand national news coronavirus covid19