ઔરંગાબાદ: નાંદેડમાં 12થી 20 જુલાઈ સુધી સંચારબંધી

11 July, 2020 11:44 AM IST  |  Aurangabad | Agencies

ઔરંગાબાદ: નાંદેડમાં 12થી 20 જુલાઈ સુધી સંચારબંધી

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના નાંદેડ જિલ્લામાં કોરોના ઇન્ફેક્શનના કેસીસમાં વૃદ્ધિને કારણે સોમવારથી આઠ દિવસ માટે એ જિલ્લામાં સંચારબંધી જાહેર કરાઇ છે. શુક્રવારે સવારે નાંદેડ જિલ્લામાં 34 દરદીઓના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ મળતાં જિલ્લાના અત્યાર સુધીના કોરોના કેસીસની કુલ સંખ્યા 558 પર પહોંચી હતી. એ સંજોગોમાં નાંદેડના જિલ્લા વહીવટીતંત્રે આગામી 12 જુલાઈની મધરાતથી 20 જુલાઈની મધરાત સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે.

જિલ્લા વહીવટીતંત્રની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર દવાખાનાં, હોસ્પિટલો અને દવાની દુકાનો જેવી મેડિકલ ફેસિલીટીઝ તેમજ સરકારી કચેરીઓ સર્વસાધારણ રીતે ચાલશે અને રેશનિંગ, શાકભાજી અને દૂધની દુકાનો તથા રાંધણ ગેસની એજન્સીઓ સૂચિત કલાકોમાં કાર્યરત રહેશે. ખેતીનું કામકાજ ચાલુ રહેશે. અત્યાર સુધીમાં નંદેડ જિલ્લાની હોસ્પિટલોમાં 175 દરદીઓ સારવાર લઈ રહ્યા છે અને કોરોના ઇન્ફેક્શનના 358 દરદીઓને હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કોવિડ-19ના પચીસ દરદીઓ મૃત્યુ પામ્યા છે.

mumbai mumbai news nanded aurangabad coronavirus covid19 lockdown maharashtra