ત્રીજી લહેરની સંભાવના : મધ્ય પ્રદેશ સરકાર બાળકોની સુરક્ષા માટે અત્યારથી ચેતી ગઈ

11 May, 2021 01:33 PM IST  |  Bhopal | Agency

કોવિડ-19ની ત્રીજી લહેરમાં નવજાત બાળકો સહિત નાની વયનાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં મધ્ય પ્રદેશ સરકારે તબીબી સુવિધાઓ વિકસાવવાના પ્રયાસો વધુ ઝડપી બનાવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ની ત્રીજી લહેરમાં નવજાત બાળકો સહિત નાની વયનાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં મધ્ય પ્રદેશ સરકારે તબીબી સુવિધાઓ વિકસાવવાના પ્રયાસો વધુ ઝડપી બનાવ્યા છે. રાજ્યની ૧૩ મેડિકલ કૉલેજોમાં બાળકો માટે આઇસીયુ સુવિધા ધરાવતા ૩૬૦ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભોપાલમાં હમિદિયા ખાતે ૫૦ આઇસીયુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી હોવાનું તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું હતું.  

નવજાત બાળકો તેમ જ નાની વયનાં બાળકોની સારવાર માટે દવાઓ, ઇન્જેક્શન તેમ જ અન્ય આવશ્યક ચીજો ઉપલબ્ધ રહે એની ખાતરી કરવાના આદેશો વિશ્વાસ સારંગે આપ્યા હતા. 

national news bhopal madhya pradesh coronavirus covid19