ભારતમા કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખને પાર

19 May, 2020 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતમા કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખને પાર

પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસ બહુ ઝપડથી વધી રહ્યાં છે. મંગળવારે ભારતમાં કોરોના સંક્રમિતોને આંકડો એક લાખને પાર કરી ગયો છે. સ્વાથય મંત્રાલયના આંકડાઓ મુજબ, અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે અને કુલ 3,163 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,970 નવા કેસ નોંધાયા હતા અને 134 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ રાહના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કોરોનાના 39,173 દર્દીઓ સાજા પણ થયા છે. રિકવરી રેટમાં સુધારો થયો છે અને હવે તે 38.73 ટકાએ પહોચ્યો છે.

કોરોનાથી સહુથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 35,000ને પાર કરી ગયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 2,033 કેસ નોંધાયા હતા અને 51 લોકોનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો કુલ આંકડો 35,058 થઈ ગયો છે અને કુલ 1,249 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે મુંબઈમા સોમવારે કોરોનાના 1,185 નવા કેસ નોંધાયા હતા અને 23 લોકોનુ મૃત્યુ થયું હતું. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 21,335 થઈ ગઈ છે અને મૃતકોનો આંકડો 757એ પહોચ્યો છે.

અત્યાર સુધી કોરના વાયરસ 188 દેશોમાં ફેલાયો છે. આજે સવારે 10 વાગ્યા સુધીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના કુલ 48,04,978 કેસ નોંધાયા છે અને 3,18,534 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે 26,99,049 દર્દીઓની સારવાર ચાલુ છે અને 17,87,395 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

coronavirus covid19 national news india