ચીનમાં ફસાયેલા 324 ભારતીયોને ઍરલિફ્ટ કરાયા

02 February, 2020 10:17 AM IST  |  New Delhi

ચીનમાં ફસાયેલા 324 ભારતીયોને ઍરલિફ્ટ કરાયા

ચીનના વુહાનમાંથી ભારતીયોને લઈને દિલ્હી પરત આવેલું વિમાન. (તસવીર : પી.ટી.આઈ.)

એર ઇન્ડિયાનું સ્પેશ્યલ વિમાન ચીનના વુહાન એરપોર્ટથી ગઈ કાલે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું. કોરોના વાયરસના ખતરાને જોતા સવારે અંદાજે સાડા સાત વાગ્યે આ વિમાનથી ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લવાયા છે. વુહાન હુબેઇ પ્રાંતની રાજધાની છે. અહીં કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસે ૨૫૯ લોકોના જીવ લઇ લીધા છે અને ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવી ચૂકયા છે.

આ બધાની વચ્ચે ચીનના વુહાનથી દેશ પાછા આવનાર ભારતીયોની તપાસ માટે ડૉકટરની ટીમ પણ તહેનાત છે. વિમાનમાં સવાર તમામ ભારતીયોનું સ્ક્રીનિંગ કરવાની કરાયું હતું. ડૉકટરની ટીમ આઇજીઆઈ એરપોર્ટ પર વિમાનમાંથી આવનાર ભારતીય પેસેન્જરની તપાસ કરી રહ્યું છે. ભારતીયોને લાવવા ચીન માટે ઊડેલા એર ઇન્ડિયાનું પ્લેન વુહાનમાં શુક્રવાર સવારે ૭ વાગ્યે લેન્ડ થયું હતું. આપને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોનાને ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી છે. અહીં વાયરસ સંક્રમણના ૧૧૭૯૧ મામલા સામે આવી ચૂકયા છે. બીજીબાજુ હોસ્પિટલોમાં દાખલ ૨૪૩ લોકોની સારવાદ બાદ રજા આપી દેવાઇ છે.

હરિયાણાના માનેસરમાં સેનાએ શિબિર બનાવી

આઇટીબીપીએ પણ દિલ્હીમાં આવી વ્યવસ્થા કરી છે, જ્યાં ૬૦૦ લોકોની સારવાર, દેખભાળ માટે અલગથી બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને દેખરેખમાં રખાશે. પહેલાં પેસેન્જર્સની એરપોર્ટ પર તપાસ કરાશે અને ત્યારબાદ તેમણે માનેસર સ્થિત કેન્દ્રમાં લઇ જવાશે. જો કોઇ કોરોના વાયરસથી ગ્રસ્તિની આશંકા હશે તો તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનેલા એક અલગ વોર્ડમાં શિફ્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર દેખાઇ છે. વુહાન આ હુબેઇ પ્રાંતની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે ૨૦૧૯-એનસીઓવીના નામથી ઓળખાય છે. વુહાન હુબેઇની પ્રાંતીય રાજધાની છે. અહીં લગભગ ૭૦૦ ભારતીયો રહે છે. તેમાંથી સત્તાવાર મેડિકલ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર છે જે અહીંની સ્થાનિક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

ચીનમાં મૃતાંક ૨૫૯ને પાર

બીજી બાજુ ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા ૨૫૯ થઈ ગઈ છે. જ્યારે ૧૧,૭૯૧ લોકોને ઈન્ફેક્શન થયું છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે આ વિશે માહિતી આપી છે. આયોગે કહ્યું છે કે, ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી સ્વાસ્થય આયોગે ૩૧ શહેરોમાં ૧૧,૭૯૧ લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાની માહિતી આપી છે. જેમાં ૧,૭૯૫ લોકોની હાલત ગંભીર છે. ૧૭,૯૮૮થી વધારે લોકો શંકાસ્પદ નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાઈરસના ૨,૧૦૦ નવા કેસ સામે આવ્યા છે.

new delhi coronavirus air india national news china