Coronavirus: કેન્દ્ર સરકારની ઘોષણા, ૨ રૂપિયે ઘઉં, ૩ રૂપિયે ચોખા

25 March, 2020 06:01 PM IST  |  Delhi/Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: કેન્દ્ર સરકારની ઘોષણા, ૨ રૂપિયે ઘઉં, ૩ રૂપિયે ચોખા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઇ હતી જેમાં ૮૦ કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય કેબિનેટ મિટીમાં આજે લેવાયેલા આ નિર્ણય અનુસાર દેશનાં ૮૦ કરોડ લોકોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય કોરોના વારઇસને પગલે ત્રણ મહિના સુધી અમલમાં મૂકાશે. પહેલાં રાશનનો ભાવ ૨૭ રૂપિયે કિલો ઘઉં અને ૩૭ રૂપિયે કિલો ચોખા હતો.

ગુજરાતમાં ૬૦ લાખ પરિવારને મફત રાશન

આ તરફ ગુજરાત સરકારે આજે લીધેલા નિર્ણય અનુસાર ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ગરીબ તથા મધ્યમવર્ગનાં ૬૦ લાખ પરિવારોને રાશનની દૂકાનેથી રાશન અપાશે. સાડા ત્રણ કરોડ લોકોને લૉકડાઉનને પગલે જીવનજરૂરિયાતની ચીજોની હાલાકી ન પે તે માટે રેશન કાર્ડ ધારકોને ૧લી એપ્રિલથી મફત રાશન આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત વ્યક્તિ દીઠ દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, એક કિલો દાળ અને ૧ કિલો મીઠું નિઃશૂલ્ક આપવામાં આવશે. આ જાહેરાત સાથે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી છે કે લોકોએ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો નહીં  કારણકે સરકારે તમામની સગવડની તકેદારી રાખી ને આ નિર્ણય લીધો છે.

 

 

 

covid19 coronavirus narendra modi Vijay Rupani national news