Coronavirus scare: દેશમાં કેસ 606,ગુજરાતમાં બીજું મૃત્યુ, કુલ 42 સાજા

26 March, 2020 08:13 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus scare: દેશમાં કેસ 606,ગુજરાતમાં બીજું મૃત્યુ, કુલ 42 સાજા

દેશમાં કોરોનામાંથી સાજા થયેલાની સંખ્યા 42

દેશમાં કોરોનાવાઇરસનો કૂલ આંકડો 606એ પહોંચ્યો છે તેમ આજે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં Covid-19નાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 606 છે અને સારવાર બાદ સાજા થઇ ગયેલાની સંખ્યા 42 છે. ગુજરાતમાં કોરોનાવાઇરસથી બીજું મૃત્યુ થયું છે. મૃતક 85 વર્ષની મહિલા હતી તેવી જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી હતી. આ મહિલા વિદેશ પ્રવાસ કરીને આવી હતી અને Covid-19નાં લક્ષણો દેખાતા તેને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે 22 માર્ચથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતી તેવું સ્વાસ્થ્ય વિભાગે તેના ટ્વિટમાં જણાવ્યું હતું. આ મહિલાને ઘણાં બીજા કોમ્પ્લિકેશન્સ પણ હતા. આ પહેલા રાજ્યમાં ૬૮ વર્ષનાં દર્દીનું સુરતમાં મૃત્યુ થયું હતું. આ લખાઇ રહ્યું છે ત્યારે મળતા સમાચાર અનુસાર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોરોનાથી સંક્રમિત એક મહિલાનું મોત નિપજ્યું છે. મધ્યપ્રદેશમાં આ કોરોનાથી પહેલું મૃત્યુ છે. દેશમાં કોરોનાવાઇરસથી મૃત્યુ પામેલાઓનો આંકડો હાલમાં 10 છે.

20 મીનિટમાં ચાર જણને લાગ્યો ચેપ

કેરળમાં આજે નવા નવ કેસિઝ સામે આવ્યા હતા જેમાંથી ચાર તો દુબઇથી પાછા આવ્યા હતા અને એક યુકેથી તથા એક ફ્રાંસથી પરત આવેલ હતા અને બાકીના ત્રણને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો હતો. તેમાંથી એક ટેક્સી ડ્રાઇવર હતો જેણે ફ્રેંચ સહેલાણીને પોતાની કૅબમાં બેસાડ્યો હતો. કેરળનાં કાસરગોડમાં થયેલા આ કેસિઝ પરથી તારણ કાઢી શકાય છે કે આ વાઇરસ ફક્ત 20 મિનીટમાં જ ચાર લોકોને ચેપ લગાડી શકે તેમ છે. વડાપ્રધાને 14મી એપ્રિલ સુધી સોશ્યલ લૉકડાઉનનો હુકમ કર્યો છે તથા લોકોને સતત સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે જેથી રોગચાળાની સાંકળને તોડી શકાય.

covid19 coronavirus gujarat madhya pradesh national news kerala