Coronavirus: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ PM CARES ફંડમાં રૂ.૫૦૦ કરોડ આપશે

30 March, 2020 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ PM CARES ફંડમાં રૂ.૫૦૦ કરોડ આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટે દ્વારા મહાદાનની જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા PM CARE ફંડમાં 500 કરોડ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવાની આજે જાહેરાત કરવામાં આવી. વડાપ્રધાને દેશને હાકલ નાખી તેની પ્રતિક્રિયા રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેરમને મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણી તરફથી આ જાહેરાત પોતાનાં વિશાળ કોર્પોરેશન RIL તરફથી કરવામાં આવી હતી.RILએ જણાવ્યા અનુસાર વડાપ્રધાનનાં ભંડોળમાં નાણાંકિય ફંડ આપવા ઉપરાંત કંપની મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારને 5 – 5 કરોડનું ભંડોળ આપી તેમને Covid-19 સામેની લડતમાં વધુ સક્ષમ બનાવશે.

આ પણ વાંચો Corona Virus:રિલાયન્સ દ્વારા તૈયાર કરાઇ સૌથી પહેલી Covid-19 હૉસ્પિટલ

આ ઉપરાંત RIL દ્વારા 24x7 અલગ અલગ પાસાંઓમાં વિવિધ પ્રકારની બધી જ સહાયતાઓ પણ સતત પુરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્ર સજ્જ રહે, તેનું પેટ ઠરેલું હોય તથા સલામતીની સાથે પુરવઠો પણ તેમને મળે વળી કોરોના સામેની લડતમાં જીતવા માટે દેશને સતત પ્રેરણા મળી રહે તે રીતે જ RIL રાષ્ટ્રની પડખે રહેવા માગે છે અને તે માટે બનતું બધું જ કરવા તૈયાર છે. RIL દ્વારા કોરોના વાઇરસ સામેની લડત માટેની અનિવાર્ય કામગીરી શરૂ કરી દેવાઇ છે. RILની ટીમ શહેરો, ગામડાંઓ, શેરીઓ તથા રસ્તાઓ ઉપરાંત ક્લિનિક્સ અને હૉસ્પિટલ્સથી માંડીને રિટેઇલ તથા કરિયાણા સ્ટોર્સમાં સતત કાર્યરત છે અને અનિવાર્ય સેવાઓ પુરી પાડી રહી છે. તેમણે આગામી દસ દિવસમાં 50 લાખ નિઃશૂલ્ક ભોજન, રોજીંદા હેલ્થ વર્કર્સ અ કેર ગિવર્સ માટે 1 લાખ માસ્ક્સ અને હજારો PPEs, રિલાયન્સ રિટેઇલ દ્વારા જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ અને ઇમર્જન્સી રિસપોન્સ વેહિકલ્સને મફત ઇંધણ આપવાની પણ જાહેરાત કરી છે.

covid19 coronavirus mukesh ambani nita ambani reliance narendra modi