Corona Virus: 75 જિલ્લાઓમાં 31મી માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

22 March, 2020 10:27 PM IST  |  Delhi | Agencies

Corona Virus: 75 જિલ્લાઓમાં 31મી માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

 સ્થગિત કરી બધાં જ રાજ્યો વચ્ચે દોડતી બસ સેવા પેસેન્જર ટ્રેન તથા મેટ્રો રેલ્વે સ્ટેશન 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે. દેશના 75 જિલ્લાઓ જ્યાં કોરાના વાઇરસનાં પોઝિટિવ કેસ આવ્યા છે તે તમામને સંપૂર્ણ રીતે લોક ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. સત્તાધીશોએ કોરોના વાઇરસનાં પ્રસારને અટકાવવા અસાધારણ પગલાં લઈને પૂરતી તપાસ બાદ આ નિર્ણય લીધા છે. બધા જ રાજ્યોના મુખ્ય સચિવો, કેબિનેટ સચિવ તથા વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી વચ્ચે થયેલી એક હાઈ પ્રોફાઈલ મીટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર,પંજાબ,કર્ણાટક, તમિલનાડુ અને કેરળ આ રાજ્યોના કુલ ૭૫ જિલ્લાઓમાં  સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અનિવાર્ય ચીજ વસ્તુઓ અને સેવાઓ ચાલુ રહી શકે તે માટેની સૂચના આ 75 જિલ્લામાં જાહેર કરવામાં આવશે તેમ યુનિયન હોમ મિનિસ્ટ્રી ના એક અધિકારીએ જણાવ્યું હતું.

રોગચાળો ફેલાતો અટકે તે માટે આ કડક પગલાં લેવા ખૂબ જરૂરી છે તેવું અધિકારીઓનું દૃઢપણે માનવું છે.આ કારણે નક્કી કરાયું કે બિનજરુરી મુસાફરી તથા આંતરરાજ્ય વચ્ચે દોડતી બસ સેવાઓ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવી. આ લૉકડાઉન 31મી માર્ચ સુધી જાહેર કરાયો છે જેથી કોરોનાવાઇરસનાં પ્રસારને અટકાવી શકાય. 

રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 22 માર્ચ ની મધરાતથી 31 ની માર્ચની મધરાત સુધીમાં કુલ 13, 523 પેસેન્જર ટ્રેન સસ્પેન્ડ કરવામાં આવશે અને માત્ર માલધારી ટ્રેઇન્સ નિયત સમય દરમિયાન દોડી શકશે.

 શનિવારે રેલ્વે સામે એવા ત્રણ કિસ્સા આવ્યા જેમાં વ્યક્તિઓને ઘરે ની સલાહ આપી હોવા છતાં પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ત્રણ કિસ્સાઓમાં જેટલા લોકોની તપાસ કરવામાં આવી છે તેમાંથી ૧૨ વ્યક્તિ COVID-19 પૉઝિટીવ છે તેવું બહાર આવ્યું હતું. શુક્રવારે રેલવે ઘણી બધી ટ્રેન રદ કરીને ફ્રિકવન્સીમાં ઘટાડો કર્યો હતો છતાં, પણ જે ટ્રેનની મુસાફરી શરૂ થઈ ગઈ હતી તે યથાવત ચાલુ રખાઇ હતી.  ભારતીય રેલવેના એક પ્રતિનિધિએ જણાવ્યું કે માલગાડી સિવાયની કોઈપણ ગાડીઓ ૩૧મી માર્ચ સુધી હવે ચાલુ નહિ રખાય છતાં પણ લઘુત્તમ ડબલ ટ્રેન સેવા તથા કલકત્તા મેટ્રો રેલ સર્વિસ માર્ચની ૨૨મી ની મધરાત સુધી ચાલુ રહેશે ત્યાર પછી આ બધી જ સેવાઓ ૩૧મીની મધરાત એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી સંપૂર્ણપણ બંધ રાખવામાં આવશે.

માર્ચની ૨૨મી તારીખે જે  ટ્રેન સવારે ચાર વાગે પોતાની સફર શરૂ કરી ચૂકી છે તે બધી તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચે ત્યાં સુધી તે ચાલુ રખાશે. આ ટ્રેનમાં જે મુસાફરોએ પોતાની સફર આદરી હશે તેમને રેલવે દ્વારા સહાય અને સલામતી પુરી પાડવામાં આવશે.  

 દેશના વિવિધ વિસ્તારોમાં જરૂરી ચીજો પુરવઠો પહોંચી શકે તે માટે માલ ગાડીઓ દોડતી રાખવામાં આવશે તેવું રેલવે મંત્રાલયના એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું. તેમાં જણાવ્યા મુજબ આ સમય દરમિયાન કેન્સલ થયેલી તમામ trains ના રિફંડ મુસાફરો એકવીસમી જૂન સુધીમાં માગી શકશે.

રેલવેમાં મુસાફરી કરનારાઓમાં એવા કિસ્સા જોવા મળ્યા છે કે જે કોરોના વાઇરસથી ગ્રસિત હોય. આ માટે પોતાની તથા પરિવારની સલામતી માટે મુસાફરી કરવાનું ટાળો, તમારા સાથી મુસાફરને વાઇરસ હશે તો તમને તેનો ચેપ લાગી શકે છે. આવું વિધાન રેલવે મંત્રાલયનાં સ્ટેટમેન્ટમાં કરાયું હતું. ભારતમાં નોવલ કોરોના વાયરસના કેસની સંખ્યા 340 ની ઉપર પહોંચી ગઈ છે જ્યારે રવિવાર સુધીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા નો આંકડો સાત થયો હતો.

વડાપ્રધાન ની સૂચના અનુસાર આખા દેશે રવિવારે જનતા કરફ્યુનું પાલન કર્યું હતું. લાખો લોકો દેશભરમાં પોતાના ઘરની અંદર જ રહ્યા હતા જેથી કોરોના વાયરસ ના પ્રસાર ને અટકાવી શકાય. આ એ વાયરસ છે જેને કારણે અત્યાર સુધીમાં વિશ્વમાં 13000 જિંદગીનો ભોગ લેવાયો છે.

coronavirus uttar pradesh maharashtra karnataka western railway covid19