Coronavirus: Uber અને Flipkart ભાગીદારીમાં આ ત્રણ શહેરોમાં ડિલીવરી કરશે

07 April, 2020 04:36 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

Coronavirus: Uber અને Flipkart ભાગીદારીમાં આ ત્રણ શહેરોમાં ડિલીવરી કરશે

ઉબર અને ફ્લિપકાર્ટ પહોંચાડશે જરૂરી ચીજો

બેંગ્લોર, મુંબઇ અને દિલ્હીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શકાય તે માટે સોમવારે કૅબ સર્વિસ પ્રોવાઇડર ઉબરે અગ્રણી ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશીપ જાહેર કરી.આ પાર્ટનરશીપને પગલે બધી જરૂરી ચીજોનો પુરવઠો ફ્લિપકાર્ટનાં કસ્ટમર્સને મળતો રહે તેની તકેદારી રખાશે.આ સેવાઓ મુંબઇ, દિલ્હી અને બેંગલોરમાં ચાલુ કરાશે.ભારતનાં તમામ લોકોને ઘરે રહેવામાં તકલીફ ન પડે તે રીતે સરકારનાં Covid-19ના પ્રસારને અટકાવવાની કામગીરીમાં પણ મદદ થઇ શકે.

ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાનાં હેડ ઑફ સિટીઝ ડિરેક્ટર ઓપરેશન્સ પ્રભજીત સિંઘે જણાવ્યું કે, “આજે અમે ફ્લિપકાર્ટ સાથેની અમારી ભાગીદારી જાહેર કરીએ છીએ તથા અમારી લાસ્ટ-માઇલ ડિલીવરીને વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ શરૂ કરીએ છીએ. આ ભાગીદારીને કારણે અર્થશાસ્ત્રને સાચવવામાં મદદ થશે વળી સરકારી માર્ગદર્શન અનુસાર લોકો પોતાના ઘરોમાં પણ રહેશે અને સામાન લેવા બહાર નહીં નિકળે. ઉબર કોઇ પણ પ્રકારનું કમિશન ચાર્જ નહીં કરે અને ડ્રાઇવર્સને બિલિંગ અમાઉન્ટનો પુરો હિસ્સો મળશે.” આ પાર્ટનરશીપ અંગે ફ્લિપકાર્ટનાં ચિફ કોર્પોરેટ અફેર્સ ઑફિસર રજનીશ કુમારે કહ્યું કે, “આ ભાગીદારી અમારા વેન્ડર્સ અને વેપારીઓ પાસેથી ગ્રાહકોને બને તેટલી જલદી ચીજો મોકલવા માટે શરૂ કરાઇ છે. ફ્લિપકાર્ટ તેનાં ગ્રાહકોને કમિટેડ છે અને માટે અમે જે વિકલ્પો શક્ય છે તેનો ઉપયોગ કરીએ છીએ પણ કોરના સામેની લડતનાં બધાં પેરામિટર્સને ધ્યાનમાં રાખીને જ આ કામ કરાશે.”

આ સેવાઓ પુરી પાડનારા બધા જ ડ્રાઇવર્સને માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝર્સ પુરાં પડાશે અને સેફટી ટ્રેઇનિંગ પણ અપાશે.

સોમવારે કૅબ સર્વિસ પ્રોવાઇડર ઉબરે અગ્રણી ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશીપ જાહેર કરી.આ પાર્ટનરશીપને પગલે બધી જરૂરી ચીજોનો પુરવઠો ફ્લિપકાર્ટનાં કસ્ટમર્સને મળતો રહે તેની તકેદારી રખાશે.આ સેવાઓ મુંબઇ, દિલ્હી અને બેંગલોરમાં ચાલુ કરાશે.ભારતનાં તમામ લોકોને ઘરે રહેવામાં તકલીફ ન પડે તે રીતે સરકારનાં Covid-19ના પ્રસારને અટકાવવાની કામગીરીમાં પણ મદદ થઇ શકે.ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાનાં હેડ ઑફ સિટીઝ ડિરેક્ટર ઓપરેશન્સ પ્રભજીત સિંઘે જણાવ્યું કે, “આજે અમે ફ્લિપકાર્ટ સાથેની અમારી ભાગીદારી જાહેર કરીએ છીએ તથા અમારી લાસ્ટ-માઇલ ડિલીવરીને વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ શરૂ કરીએ છીએ. આ ભાગીદારીને કારણે અર્થશાસ્ત્રને સાચવવામાં મદદ થશે વળી સરકારી માર્ગદર્શન અનુસાર લોકો પોતાના ઘરોમાં પણ રહેશે અને સામાન લેવા બહાર નહીં નિકળે. ઉબર કોઇ પણ પ્રકારનું કમિશન ચાર્જ નહીં કરે અને ડ્રાઇવર્સને બિલિંગ અમાઉન્ટનો પુરો હિસ્સો મળશે.” આ પાર્ટનરશીપ અંગે ફ્લિપકાર્ટનાં ચિફ કોર્પોરેટ અફેર્સ ઑફિસર રજનીશ કુમારે કહ્યું કે, “આ ભાગીદારી અમારા વેન્ડર્સ અને વેપારીઓ પાસેથી ગ્રાહકોને બને તેટલી જલદી ચીજો મોકલવા માટે શરૂ કરાઇ છે. ફ્લિપકાર્ટ તેનાં ગ્રાહકોને કમિટેડ છે અને માટે અમે જે વિકલ્પો શક્ય છે તેનો ઉપયોગ કરીએ છીએ પણ કોરના સામેની લડતનાં બધાં પેરામિટર્સને ધ્યાનમાં રાખીને જ આ કામ કરાશે.”આ સેવાઓ પુરી પાડનારા બધા જ ડ્રાઇવર્સને માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝર્સ પુરાં પડાશે અને સેફટી ટ્રેઇનિંગ પણ અપાશે.

covid19 coronavirus mumbai bengaluru delhi news uber flipkart