કોરોનાના નવા વેરિએન્ટનો આતંક, એક દિવસમાં 40 નવા કેસ, કુલ દર્દીની સંખ્યા 100 પાર

27 December, 2023 06:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Corona Virus New variant JN1: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 3ના મોત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં 3 અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું છે.

કોરોનાવાયરસ (પ્રતીકાત્મક તસવીર)

Corona Virus New variant JN1: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 3ના મોત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં 3 અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું છે.

દેશમાં કોરોના વાયરસનું નવું વેરિએન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ સામે આવ્યા છે જેથી નવા વેરિએન્ટથી (Corona Virus New variant JN1) કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન તેમજ તામિલનાડુમાં 4-4 અને તેલંગણમાં 2 પૉઝિટિવ કેસ મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના દર્દીઓ હાલ ઘરમાં ક્વૉરન્ટીન છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી કે પૉલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે નવા વેરિએન્ટ પર ઝીણવટ પૂર્વક નજર રાખવામાં આવી રહી છે. તેમને રાજ્યોમાંથી તપાસમાં ઝડપ લાવવા માટે નિરીક્ષણ તંત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર જોર આપ્યું હતું.

Corona Virus New variant JN1: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 529 નવા કેસ સામે આવ્યા જેની સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા વધીને 4,093 થઈ ગઈ. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ માહિતી આપી. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 3 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં એક દર્દીના મોત થયા છે. ઠંડી અને કોરોના વાયરસના નવા વેરિએન્ટને કારણે હાલ સંક્રમણના કેસમાં ઝડપ આપી છે. આ પહેલા 5 ડિસેમ્બર સુધી રોજિંદા કેસની સંખ્યા ઘટીને દ્વિઅંક સંખ્યા પર પહોંચી ગઈ હતી.

ઓરિસ્સામાં કોરોના સંક્રમણના 2 નવા કેસ
Corona Virus New variant JN1: ઓરિસ્સામાં કોરોના વાયરસ સંક્રમણના 2 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આ મહિને નોંધાયેલા કેસની કુલ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ. રાજ્યના સાર્વજનિક સ્વાસ્થ્ય નિદેશક નિરંજન મિશ્રાએ જણાવ્યું, "નવેમ્બરમાં કોરાનાના 11 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે આ મહિને અત્યાર સુધી માત્ર પાંચ કેસની ખબર પડી છે. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને જિલ્લાઓને ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારી માટે નિરીક્ષણ વધારવાના નિર્દેશ આપ્યા છે." તેમણે કહ્યું કે આખા ભારતમાં કોવિડ-19 કેસમાં સામાન્ય વધારો થયો. આમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ગોવા જેવા રાજ્યોમાંથી 90 ટકાથી પણ વધારે કેસ સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહ (Dr. Poonam Khetrapal Singh)એ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ વૈશ્વિક સ્તરે તમામ દેશોમાં ફેલાતો, પરિવર્તિત અને ફરતો રહે છે. એટલું જ નહીં, WHOએ કોરોના અને તેના નવા પ્રકાર JN.1 અને ઈન્ફલ્યુએન્ઝા સહિતના શ્વસન રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા વિનંતી કરવામાં આવી છે.

નીતિ આયોગ (NITI Aayog)ના સભ્ય ડૉ. વીકે પૉલ (Dr VK Paul)એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતમાં વૈજ્ઞાનિક સમુદાય કોરોનાવાયરસના નવા પ્રકારોની નજીકથી તપાસ કરી રહ્યો છે અને રાજ્યોએ પરીક્ષણ વધારવાની અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે. અધિકારીઓએ કહ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને JN.1 વેરિઅન્ટ મળી આવ્યો હોવા છતાં તાત્કાલિક ચિંતાનું કોઈ કારણ નથી. ચેપગ્રસ્ત લોકોમાંથી ૯૨ ટકા લોકો ઘરે રહીને સારવાર માટે પસંદ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે નવા પ્રકારના લક્ષણો હળવા છે. તેમણે કહ્યું હતું કે, હૉસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી અને અન્ય તબીબી કારણોસર હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં કોરોના સંક્રમણની શોધ એ એક સંયોગાત્મક કેસ છે.

coronavirus covid vaccine covid19 world health organization Bharat india national news