Coronavirus: પુત્રીને ઘરે લાવવા, પિતાએ ૫૦ કલાક સળંગ ડ્રાઇવિંગ કર્યું

25 March, 2020 10:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: પુત્રીને ઘરે લાવવા, પિતાએ ૫૦ કલાક સળંગ ડ્રાઇવિંગ કર્યું

આ પ્રતિકાત્મક તસવીર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યું છે ત્યારે એક પિતાએ પોતાની દીકરીને હેમખેમ ઘરે પહોંચાડવા માટે જે જહેમત કરી તેની વાત લોકોનાં હ્રદયને આ ભયના માહોલમાં જૂદી જ રાહત આપી રહી છે. આ પિતા જે પોતે એ ડૉક્ટર છે જેમણે 50 કલાક સુધી ડ્રાઇવ કરીને 2500 કિલોમિટર સુધી વાહન ચલાવીને દીકરીને રાજસ્થાનથી ઘરે લઇ આવ્યા.

ઝારખંડના બોકારોમાં રહેતા પિતાએ રવિવારે ઘરેથી નીકળીને 50 કલાક સળંગ ડ્રાઇવિંગ કરીને રાજસ્થાન કોટામાં રહેતી દીકરીને હેમખેમ ઘર ભેગી કરીને અને પછી મંગળવાર પોતાની તબીબી ફરજ પર હાજર થઇ ગયા. 49 વર્ષનાં પિતાએ કહ્યું કે ક્યાંય પણ થોભ્યા વગર સળંગ આ સફર પુરી કરત તો જ તે મંગળવારે ડ્યૂટી પર હાજર થઇ શકત તેવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયા રિપોર્ટમાં ટાંક્યું હતું.

૧૮ વર્ષની દીકરી કોટાના ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહી છે અને તેણે કહ્યું કે તે નસીબદાર છે કે તેને એવા પિતા મળ્યા જે જનતા કર્ફ્યુમાં પણ આ રીતે તેને લેવા માટે નિકળ્યા. આ યુવતી અત્યારે પોતાની મેડિકલની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને તેને પિતા પર બહુ ગર્વ છે.

તેણે જણાવ્યું કે, અમે એક પણ મિનીટ ક્યાંય પણ બગાડી નથી અને પાછા ફરતા પણ અમે એ જ ખાધું જે તે બોકારોથી લઇને આવ્યા હતા. મારા પિતા સાથેની મારી આ સફર અવિસ્મરણીય યાદગીરી રહેશે.. ડૉક્ટર પિતાએ કહ્યુ કે, મેં ઝારખંડ, યુપી, બિહાર અને એમપીનો સળંગ પ્રવાસ કર્યો અને પછી હું રાજસ્થાનમાં પ્રવેશ્યો. રસ્તાઓ ખાલી હતા, માત્ર થોડા ખટારાઓ હતા અને મેં બહુ ઓછા વાહન જોયા. યુપીનાં મિર્ઝાપુરમાં તો રસ્તા સાવ ખાલી હતી અને માત્ર બોર્ડરનાં ચેકપોઇન્ટ્સ પર પોલીસનાં વાહનો હતા.

ડૉક્ટરે આ રીતે આખી મુસાફરીને જાતમાં ક્વોરેન્ટાઇન્ડ રાખી અને કોઇના પણ સંપર્કમાં ન આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે તેણે એમપીની બોર્ડર પર ચેક પોઇન્ટ પર ખડેલા પોલીસવાળાઓને કોઇપણ પ્રોટેક્શન વગર જોયા ત્યારે તેણે તેમને વધારાનાં માસ્ક અને સેનિટાઇઝર્સ આપ્યા.

covid19 coronavirus jharkhand national news rajasthan