કોરોનાથી પ્રભાવિત થનાર 12મો દેશ બન્યો ભારત

13 May, 2020 10:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી પ્રભાવિત થનાર 12મો દેશ બન્યો ભારત

પ્રતિકાત્મક તસવીર

ભારત સહિત આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ (OCIVD-19) સામે મહાયુદ્ધ લડી રહી છે. ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા 75,000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 121 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. તેથી ભારત કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થનાર 12મો દેશ બની ગયો છે.

એક અહેવાલ મુજબ, ભારતમાં સતત બીજા દિવસે ચોવીસ કલાકમાં કોરોનાના 3,500થી વધુ કેસ આવ્યા છે. મંગળવારના આંકડાઓ મુજબ, ભારતમાં કુલ 3,543 કેસ નોંધાયા હતા. જો કે આ સંખ્યા છેલ્લા બે દિવસની સરખામણીમાં ઓછી છે. પરંતુ ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત થનાર દેશોની યાદીમાં ભારત દેશ કેનેડાને પાછળ મુકીને 12માં સ્થાને આવી ગયો છે.

જો રાજ્ય અનુસાર વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. તેમાંથી 21 લોકો માત્ર અમદાવાદમાંથી મૃત્યુ પામ્યા છે.

જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1,026 નવા કેસ સામે આવ્યા હતા અને 53 લોકોનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 921 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના કુલ 24,427 કેસ નોંધાયા છે. જેમાંથી મુંબઈમાં જ 14,947 કેસ નોંધાયા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં 28 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કુલ 556 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે 406 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મૃત્યુ થયા હતા. હવે દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 7,500એ પહોચ્યો છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 201 નવા કેસ નોંધાયા હતા.

national news coronavirus covid19 new delhi gujarat maharashtra mumbai madhya pradesh canada