ગામડાઓમાં શહેરોથી વધારે કોરોના પૉઝિટીવ, વાંચો ચોંકાવનારા સમાચાર

05 June, 2020 11:55 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગામડાઓમાં શહેરોથી વધારે કોરોના પૉઝિટીવ, વાંચો ચોંકાવનારા સમાચાર

કોરોનાવાયરસ

ભારતમાં કોરોના વાયરસના શરૂઆતના મામલા વિદેશમાંથી આવેલા લોકો અથવા તેમની સાથે કૉન્ટૅક્ટ્સ હતા તે હતા. ધીમે ધીમે જ્યારે કોરોનાના દર્દીઓ વધ્યા તો પ્રકોપ ગામડાની તુલનામાં શહેરોમાં વધારે હતો. ગામડા સુધી કોરોના પહોંચવાનો અર્થ ઇન્ફેક્શન ફેલાવવાથી અટકાવવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. ઇન્ફેક્શન અટકાવવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું. બે મહિનાથી પણ વધારે સમય સુધી લૉકડાઉન રહ્યું. આ દરમિયાન, અન્ય રાજ્યોમાં રહેતા લાખો મજૂરો મજૂરો પગપાળાં કે પછી ખાનગી વાહનો કે જેમ શક્ય બન્યું તેમ ગામ જવા માટે નીકળી પડ્યા હતા. જેમ જેમ તે ગામ પહોંચ્યો, ગામમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, હોય રાજસ્થાન, ઓરિસ્સા કે પછી મહારાષ્ટ્ર આ બધાં ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધી રહી છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં શહેરોથી વધારે કોરોનાની સંખ્યા વધારે થઈ ગઈ છે.

શહેરો પછી હવે મહારાષ્ટ્રનાં ગામડાંમાં ફેલાયું કોરોના
મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પહેલા કોરોના વાયરસને મામલા ખૂબ જ ઓછાં હતા. હવે તે વિસ્તારોમાં મામલે શહેરો અને અર્દ્ધશહેરી વિસ્તારો કરતાં પણ ઝડપથી વધારે થઈ રહ્યા છે.

જ્યાં પ્રવાસી વધારે ત્યાં કોરોનાના ઝડપથી વધ્યા કેસ
કેટલાય પ્રવાસી મજૂરોના પાછાં ફરવાથી કોરોનાના કેસમાં 30થી 80 ટકા ઉછાળો જોવા મળ્યો છે. પ્રવાસીઓના પાછાં ફરવાથી રાજસ્થાનના પણ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કુલ કેસ શહેરના ક્ષેત્રોની તુલનામાં વધારે થઈ ગયા છે.

ઓરિસ્સાના ગંજમમાં પણ બીજી મે સુધી એકપણ કેસ નહોતો, જ્યારે હવે 499 કેસ
ઓરિસ્સામાં અત્યાર સુધી લગભગ 4.5 લાખ મજૂરો અન્ય રાજ્યોમાંથી પાછાં આવ્યા છે. સરકારી અધિકારીઓનું કહેવું થે કે હાલના સમયમાં 80 ટકા કોરોના કેસ હવે ગ્રામીણ વિસ્તારોમાંથી છે. સમસ્યાનો અંદાજો આનાથી લગાડી શકાય છે કે જે ગંજમ જિલ્લામાં બીજી મેના રોજ એક પણ કોરોનાનો કેસ નહોતો ત્યાં હવે 499 કેસ છે અને ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થઈ ગયા છે.

national news orissa maharashtra coronavirus covid19